દેશભરમાં લોકડાઉન વચ્ચે કેટલીક શરતોને આધીન દુકાનોને ખોલવાની છૂટ આપી છે. દુકાનોને 50 ટકા સ્ટાફ અને સોશ્યલ ડિસ્ટનસિંગના પાલન સાથે ખોલવા આદેશ અપાયો.દેશભરમાં તા.24 મી માર્ચથી તા.ત્રીજી મે સુધી લંબાવાયેલાં લોકડાઉનને કારણે દેશભરમાં બંધ પડેલી દુકાનો આજથી ફરી ધમધમી ઉઠશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલી, માર્કેટ કોમ્પ્લેક્સ અને રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનો ખોલવાની મંજૂરી આપતો હુકમ શુક્રવારે રાતે પ્રગટ કર્યો હતો.
જોકે,આ હુકમમાં સ્પષ્ટ જણાવાયું છે કે મલ્ટી બ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ મોલ શરૂ કરી શકાશે નહીં. મોલમાં આવેલી તમામ દુકાનો બંધ રહેશે. આ દુકાનોમાં 50 ટકા એટલે કે અડધા સ્ટાફને હાજર રાખીને કામકાજ કરી શકાશે. તમામ દુકાનોમાં સ્ટાફ તથા ગ્રાહકોએ ફરજિયાત માસ્ક પહેરવાના રહેશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટસિંગને લગતા નિયમો જાળવવાના રહેશે. હોટસ્પોટ વિસ્તારો તથા કન્ટેઇમેન્ટ ઝોનમાં આ છૂટછાટો લાગુ પડશે નહીં.ગૃહ મંત્રાલયના દુકાનો ખોલવાને લગતા ઓર્ડરમાં એક મહત્વની શરત મૂકવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટી વિસ્તારોમાં માર્કેટ કોમ્પ્લેક્સની દુકાનો ખોલવા હજુ મંજૂરી અપાઇ નથી પરંતુ ઘરની આસપાસ આવેલી તથા રેસિડેન્શિયલ કોમ્પલેક્સની તથા એકલદોકલ છૂટીછવાઇ દુકાનો ખોલવા મંજૂરી અપાઇ છે.
દુકાનદારોને કલેકટર પાસે પાસ કઢાવવાની જરૂર નથી. પોતાની પાસે શોપ એક્ટ લાયસન્સ હોઈ તેની કોપી સાથે રાખવી માણસોને પણ કોપી આપવી. પગરખા દુકાનો નહીં ખુલે, પાનના ગલ્લાનો નિર્ણય નહીં, સલૂન નહીં ખુલે, આઈસ્ક્રીમ પાર્લરો નહીં ખુલે, નાસ્તા ફરસાણની દુકાનો પણ નહીં, ઠંડા પીણાં દુકાનો નહીં ખુલે, સ્ટેશનરી દુકાનોને છૂટ, કરીયાણા દુકાનને છૂટ,મોબાઈલ રિચાર્જ દુકાનો ખુલશે, પંચર દુકાનો ખુલશે, ઇલેક્ટ્રિક દુકાનોને છૂટ, એસી રિપેરિંગ દુકાનો ખુલી શકશે.ફાસ્ટફૂડ અને હોટેલ રેસ્ટોરન્ટ વિશે સાંજે નિર્ણય કરવામાં આવશે. મંજૂરી નહીં 👉ફૂલની દુકાનો, સોનાની દુકાનો, ટ્રાવેલ્સની ઓફીસ, ગિફ્ટ આર્ટિકલ,ફોટોસ્ટુડિયો,હાર્ડવેર,કટલેરી દુકાનો મંજૂરી નહિ, રિક્ષાઓને હાલ મંજૂરી નહીં સાંજે નિર્ણય થશે.
ગુજરાતમાં આવતીકાલથી મંજૂર કરેલ દુકાન ખોલવા માટે ગૃહ મંત્રાલયનો આદેશ.
Advertisement