Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમલ્લા પોલીસ દ્વારા બહારથી આવેલા ઇસમ પર જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો.

Share

હાલમાં કોરોના વાયરસની બિમારીને લઇને દેશવ્યાપી લોકડાઉન ચાલી રહ્યુ છે,ત્યારે લોકડાઉન અંતર્ગત બહાર પડાયેલા સરકારી જાહેરનામાનો સહુએ અમલ કરવાનો હોય છે.એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પ્રવેશ કરવાની તંત્રની મનાઇ છતા કેટલાક ઇસમો લોકડાઉન સંબંધિત જાહેરનામાનો ભંગ કરીને એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય છે.ભરૂચ જિલ્લાના ઉમલ્લા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નેત્રંગ તાલુકાના કાકરાપાડા ગામે રહેતા શાંતિલાલ છેલાભાઇ વસાવાને ત્યાં પાટણ જિલ્લામાંથી ખેમચંદ વરશનભાઇ વણકર આવ્યા હતા.ઉમલ્લા પોલીસને આ બાબતની જાણ થતાં તપાસ કરતા બહારથી આવેલા ઇસમ પાસે બહારથી ભરૂચ જિલ્લામાં પ્રવેશ માટેની પરમીશન મળી ન હતી. ઉમલ્લા પીએસઆઇ વલ્વીએ પરમીશન વિના બહારથી આવીને ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરીને જાહેરનામાનો ભંગ કરવા બદલ આ ઇસમ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

નેત્રંગ પંથકમાં સગીરા સાથે નરાધમે દુષ્કર્મ આચરતા ચકચાર,પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી..!!

ProudOfGujarat

વડોદરામાં લાકડીપુર ખાતે ખુલ્લી કાંસની સાફ સફાઇ હાથ ધરાઈ.

ProudOfGujarat

સુરત કામરેજ ખાતેથી ઝડપાયેલી 25.80 કરોડની નકલી નોટ મામલે મોટો ખુલાસો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!