કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે.ત્યારે તંત્ર દ્વારા તેને નિયંત્રણ હેઠળ રાખવા અસરકારક પગલા ભરાઇ રહ્યા છે.કોરોના વાયરસ શ્વાસો શ્વાસથી સંક્રમિત થતો હોઇ બે વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછુ એક મીટરનું અંતર રાખવાનું હોય છે.કોરોનાને વધતો અટકાવવા મોંઢા પર માસ્ક પહેરવાનું હોય છે.ભરુચના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.ડી.પટેલ દ્વારા આજે બહાર પડાયેલા જાહેરનામા મુજબ જિલ્લામાં આજથી માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે.જાહેરનામામાં જણાવાયા મુજબ મોંઢા પર માસ્ક અથવા રૂમાલ ફરજિયાતપણે પહેરવાનો રહેશે.આ જાહેરનામું તા.૩ જી મે એ લોકડાઉન પુરુ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.જાહેરનામાના ભંગ બદલ પ્રથમ ગુના માટે રૂ.૫૦૦ અને ત્યારબાદના ભંગ માટે દરેક વખતે રુ.૧૦૦૦ દંડ પોલીસ દ્વારા સ્થળ પર વસુલ કરવામાં આવશે અને દંડ ભરવામાં ચુક કરનાર પર શિક્ષાત્મક પગલા લેવાશે એમ જણાવાયુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.