ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) સંલગ્ન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરુચ દ્વારા “ઘેર રહો – સર્જનાત્મક રહો”-અંતર્ગત ચિત્ર – પોસ્ટ અને શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યુ હતું.જેના વિષયો કોવિડ-૧૯ થી બચવા શું કરવું, શું ન કરવું, વૈજ્ઞાનિક વાઇરલ મેસેજનું ખંડન, રોગ પ્રતિકારક શક્તિ વધારવાના નુસખાઓ, “ઘેર રહો સુરક્ષિત રહો”-માટેના નવા સુત્રો, કોરોના યોધ્ધાઓ માટેના માસ્કોટની ડિઝાઇન વગેરે હતા.ભરૂચના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરીકોએ થઇને ૪૪૨ ચિત્ર સ્પર્ધાઓ તથા ૪૨ જેટલાએ શોર્ટ ફિલ્મમાં ભાગ લીધો હતો.વિજેતાઓની જાહેરાત ૨૩ એપ્રિલે વોટસએપ અને ઇ મેઇલ દ્વારા કરાશે તેમજ વિજેતાઓને પ્રમાણપત્ર તેમજ પુરસ્કાર લોકડાઉન બાદ આપવામાં આવશે એમ જણાવાયુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.
Advertisement