સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.વિગતે જોઇએ તો કોરોના (COVID-19)ના જિલ્લામાં ૨ કોરોના પોઝીટીવ કેસ મળી કુલ-૨૫ દર્દીઓ પોઝીટીવ આવેલ છે. જિલ્લામાં તા.૨૧/૦૪/૨૦૨૦ના બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધીમાં કોરોના વાયરસના શંકાસ્પદ ૪૦ દર્દીઓના સેમ્પલ લેવામાં આવેલ છે. કોરોના પોઝીટીવ કેસના વિસ્તારમાં તાબા હેઠળના કર્મચારીઓની સર્વેલન્સન કામગીરી ચાલુ છે. જે પૈકી ૩૨૬ ટીમ દ્વારા ૪૩૬૦૦૯ વ્યક્તિનું સર્વેલન્સ કરવામાં આવેલ છે.તા.૨૧/૦૪/૨૦૨૦ ના રોજ ભરૂચ જિલ્લામાં પોઝીટીવ કેસોના સંપર્કના દેખરેખ હેઠળ ૧૦૫ વ્યક્તિઓને આઈસોલેશનમાં રાખેલ છે. ૩૨૪ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈલમાં રહે છે. ભરૂચ જિલ્લાના કુલ-૨૫ પોઝીટીવ કેસ પૈકી ૨ દર્દીનું મરણ થયેલ છે.આ તમામ વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી દૈનિક હાથ ધરવામાં આવી રહી છે. હોમ ક્વોરન્ટાઇન તમામ વ્યક્તિઓની દરરોજ આરોગ્ય તપાસ / ફોલોઅપની કામગીરી આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
ભરૂચ જિલ્લામાં કોરોના (COVID-19) વધુ ૨ પોઝીટીવ કેસ નોંધાયા કુલ ૨૫ પોઝીટીવ કેસ : ૨ દર્દીનું મોત.
Advertisement