Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્વરોજગાર ધરાવતી વ્યક્તિઓને અપાયેલી છુટ છતાં જરૂરી સમજનાં અભાવે કારીગરો મુંઝવણમાં.

Share

કોરોના વાયરસને લઇને પ્રથમ એકવીસ દિવસનું લોકડાઉન જાહેર કરાયું. પરંતું દેશમાં કોરોનાને લઇને વિકટ બની રહેલી પરિસ્થિતિના કારણે લોકડાઉન આગામી ૩ જી મે સુધી લંબાવવું પડ્યું.જોકે કોરોનાના વધી રહેલા ફેલાવાને વધતો અટકાવવા લોકડાઉનની મુદ્દત વધારવી જરુરી હતી જ.બહાર પડાયેલા સરકારી જાહેરનામામાં સામાજીક અને ધંધાકીય પરિસ્થિતિને વિકટ બનતી અટકાવવા અને સ્વરોજગાર બાબતે પણ યોગ્ય રીતે સંતુલન જળવાય રહે તે માટે કેટલીક છુટછાટો પણ આપવામાં આવી છે.આમાં આવશ્યક વસ્તુઓના વેચાણ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ તો ખરા જ,પરંતુ સ્વરોજગાર કરીને આજીવિકા મેળવતા કેટલાક કારીગર વર્ગના ધંધાર્થીઓનો પણ સમાવેશ થાય છે.પ્રાપ્ત વિગતો મુજબ તેમાં કેબલ સેવાઓ, મોટર મિકેનિક્સ, સુથાર, પ્લમ્બર, ઇલેક્ટ્રીશીયન જેવા કારીગરોને આવરી લેવાયા છે.ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં કેટલાય આવા વિવિધ ક્ષેત્રે કારીગરી કરીને ગુજરાન ચલાવતા કારીગર વર્ગના લોકો મોટરસાયકલ પર કે અન્ય રીતે ગ્રાહકોને ત્યાં રિપેરિંગ કામ માટે જતા હોય છે.સરકારી જાહેરનામા મુજબ તા.૨૦ થી આવા સ્વરોજગાર કરતા કારીગરોને છુટછાટ અપાયેલી છે.હાલમાં પ્રવર્તમાન લોક ડાઉન અંતર્ગત વિવિધ સ્થળોએ પોલીસ દ્વારા ચેકિંગ કરાતું હોય છે.જોકે લોકડાઉનના કડક અમલ માટે તે જરુરી પણ છે.સ્વરોજગાર કરતા આવા લોકોને જાહેરનામા મુજબ છુટછાટ આપવામાં આવી છે.પરંતુ કેટલાક આવા સ્વરોજગાર કરતા કારીગરો જરુરી સમજના અભાવે મુંઝવણ અનુભવતા દેખાય છે.ઉલ્લેખનીય છેકે આજે ટીવી, પંખા, રેફ્રિજરેટર, કુલર વગેરે જેવા ભૌતિક સગવડ આપતા સાધનો મોટાભાગે દરેક ઘરોમાં હોય છે અને આ સાધનોમાં કોઇ ખામી સર્જાય તો તેને દુરસ્ત કરવા તેને લગતા કારીગરની જરુર પડી શકે.તા.૨૦ મી પછી આવા સ્વરોજગાર ક્ષેત્રે સંકળાયેલા લોકોને જાહેરનામા મુજબ છુટછાટ અપાયેલી છે તેને સારી રીતે સમજીને પોતે કામ કરી શકે.જોકે કેટલાક કારીગરોમાં એવો ડર જણાય છેકે મોટરસાયકલ લઇને જતી વખતે પોલીસ રોકશે તો? પોલીસ જરુરી તપાસ માટે રોકી શકે છે.પરંતુ કારીગર પોતાની વાત શાંતીથી જણાવીને કામ પર જઇ શકે તે પણ એક હકીકત તો છે જ.જોકે એ બાબતે લોકડાઉનના નિયમો જાળવવા એ જેતે વ્યક્તિની ફરજ પણ બની રહે છે.માસ્કનો ઉપયોગ કરવો, ભીડભાડથી બચવું, સોસિયલ ડિસ્ટન્શ જાળવવું વગેરે નિયમોનું યોગ્ય પાલન કરીને જેતે વ્યક્તિ પોતાની સ્વરોજગારીનો લાભ લઇ શકે તે બાબતે પણ જરુરી સમજ મેળવવી રહી.જોકે જાણવા મળ્યા મુજબ ભરુચ જિલ્લામાં પણ કેટલાક કારીગરો હજી અવઢવમાં જણાય છે.જોકે આમાં સાચી સમજણનો અભાવ હોય એવું પ્રાથમિક રીતે લાગે છે.અમુક કારીગરો આ બાબતે ધંધો કરવા પાસ મળવો જોઇએ એવી પણ લાગણી અનુભવતા દેખાય છે.ત્યારે જેતે ગ્રામ પંચાયતો કે મામલતદાર કચેરીઓ દ્વારા આવા ફરીને રોજી મેળવતા કારીગરો માટે પાસની જોગવાઇઓ સરળ રીતે ઉપલ્બધ બનાવાય એવી પણ લાગણી કેટલાક ફરીને રોજગાર મેળવતા કારીગર વર્ગમાં જોવા મળે છે.સામાન્ય રીતે આવા સ્વરોજગાર કરતા કારીગરો લોકડાઉનને લઇને હાલ મુશ્કેલી અનુભવતા જણાય છે.ત્યારે તંત્ર આ બાબતે એક સ્થળેથી બીજા સ્થળે ફરીને રોજી મેળવતા આવા ધંધાર્થીઓ માટે સરળ બની રહે તેવું કંઇક અસરકારક આયોજન કરે તે હાલના સમયની એક અનિવાર્ય માંગ ગણાય છે.જેથી જરુરી સમજણના અભાવે મુંઝવણ અનુભવતા સ્વરોજગાર કરતા કારીગરોમાં એક આત્મવિશ્વાસની લાગણીનું નિર્માણ થઇ શકે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ખેડા : કંપડવજની યુવતીએ નેલ આર્ટ દ્વારા દેશ ભક્તિ દર્શાવી

ProudOfGujarat

ઝઘડિયા : રાજપારડીની હોટલનાં સિક્યુરિટી ગાર્ડને અવિધા ગામનાં ઇસમે માર માર્યો.

ProudOfGujarat

હાંસોટ તાલુકાના સુણેવકલ્લા ગામમાં હરસિદ્ધિ માતાજીનાં મંદિરનો દ્વિતીય સાલગીરી પાટોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!