દુનિયાભરમાં મહા સંકટ એવા કોરોના વાયરસથી ફેલાતી મહામારીમાં લોકડાઉનનાં લીધે ધંધો રોજગાર બંધ થઇ જતા લાખો લોકો પરિવારો આર્થિક સંકટમાં છે. ગરીબ, મધ્યમવર્ગ તેમજ રોજ કમાઈને ખાવાવાળાની હાલત ખુબ કફોડી છે ત્યારે ભરૂચ નગરપાલિકાનાં વિપક્ષ દ્વારા 6 મહિના સુધી શહેરવાસીઓને ઘરવેરો, પાણીવેરો સહીત તમામ વેરામાંથી મુક્તિ આપવામાં આવે એવી માંગ કરી. નગર સેવા સદનમાં વિપક્ષના નેતા સમસાદ સૈયદ અને દંડક હેમેન્દ્ર કોઠીવાલાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ મળી તમામ મિલકત ધારકોના 6 મહિનાના તમામ વેરા માફી અંગે પાલિકા દ્વારા લોકહિતમાં નિર્ણય લેવામાં આવે એવી દરખાસ્ત કરી રજૂઆત કરવામાં આવી.
Advertisement