ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના ૨૨ જેટલા કેસો સામે આવતા તંત્રનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યા છે. જેમાં ભરૂચ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં તેમજ શહેરના વિસ્તારોને સિલ કરવામાં આવ્યા છે. તમામ પોઝીટિવ કેસો વારા તમામ વિસ્તાર અને ગામો COVID-19 Containment Area જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ તમામ વિસ્તારોમાં બિન જરૂરી કામ વગર નીકળવા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. ભરૂચ જિલ્લામાં કુલ ૨૨ જેટલા કોરોનાના પોઝીટિવ કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા પણ તમામ સંક્રમિત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના પોઝીટિવ કેસોની સંખ્યામાં વધારો થયો છે જે આંક ૧૨૭૨ જેમાં ૪૮ લોકોના મોત નિપજ્યા છે. તેમજ ૮૮ જેટલા લોકો રિકવર થયા હોવાનું જાણવા મળ્યું છે.
Advertisement