ભરૂચ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 21 પર પહોંચી, સિવિલ હોસ્પિટલના 7 કર્મીઓને કોરોના પોઝીટીવ,ઘરમાં રહો સુરક્ષિત રહો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના સાત જેટલા પોઝીટિવ કેસો સામે આવતા ખળભળાટ મચ્યો છે. સિવિલ હોસ્પિટલમાં પ્રથમ બે નર્સ બાદમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ અને આજે ત્રણ લેબ ટેક્નિશયન અને એક ગાયનોકોલોજિસ્ટને કોરોનાના પોઝીટિવ કેસ સામે આવતા ભારે હડકંપ મચ્યો છે. તંત્ર દ્વારા સાવચેતીના ભાગ રૂપે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ તમામ પોઝીટિવ કર્મીઓને સંપર્કમાં આવેલા લોકોને તંત્ર તરફથી હોમ કોરન્ટાઇન અથવા કોરન્ટાઇન કરવાની તૈયારી બતાવી છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના કુલ ૨૧ જેટલા કેસો નોંધાયા છે. જેમાં ભરૂચના આમોદ તાલુકાના ઇખર ગામ ખાતે તામિલનાડુથી જમાતમાં આવેલ ૫ જેટલા જમાતી તેમજ જંબુસરના દેવલા ખાતે હરિયાણાથી જમાતમાં આવેલા ૨ જેટલા જમાતી સાથે જ ભાવનગર ધાર્મિક કાર્યક્રમમાં મુલાકાતના પારખેત ગામના એક વ્યક્તિને તેમજ જમાતમાં ગયેલા વાતરસા ગામના 3 વ્યક્તિઓને કોરોના પોઝીટિવ આવ્યા બાદ દયાદરા ગામના 1 વ્યક્તિમાં પોઝીટિવ કેસ સામે આવ્યો હતો, ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 2 નર્સ અને એક મહિલા સિક્યુરિટી ગાર્ડને કોરોના પોઝીટિવ આવ્યો હતો. સાથે જ ઝાડેશ્વર રોડ પર નર્મદા બંગલોઝમાં રહેતા ૧૬ વર્ષીય બાળકનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. તેમજ ઝાડેશ્વરની મુક્તાનંદ સોસાયટી રહેતા અને દહેજની એક કંપનીમાં ફરજ બજાવતા એક યુવાનને પણ કોરોના પોઝીટિવ આવ્યો છે.આમ વધુમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ બે વાલિયાના અને એક ભરૂચ આલ્ફા સોસાયટીના લેબ ટેક્નિશયન અને એક ગાયનોકોલોજીસ્ટને પણ કોરોના પોઝીટિવ આવતા કુલ ભરૂચ જિલ્લામાં કોરોનાન 21 જેટલા કેસો સામે આવ્યા છે. પ્રાઉડ ઓફ ગુજરાતના માધ્યમ દ્વારા અપીલ કરવામાં આવે છે કે ઘરમાં રહો સુરક્ષિત રહો અને સરકારે જાહેર કરેલા સૂચનો અને માર્ગદર્શનોનું કડક પણે અમલ કરો તેવી અપીલ કરીએ છીએ.
ભરૂચ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 21 પર પહોંચી, સિવિલ હોસ્પિટલના 7 કર્મીઓને કોરોના પોઝીટીવ,ઘરોમાં રહો સુરક્ષિત રહો.
Advertisement