Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં ગરમીનો પ્રકોપ ૪૦ ડીગી તાપમાન વચ્ચે જીલ્લાનાં લોકો પરસેવે રેબઝેબ, ગરમીથી ત્રહિમામ.

Share

ભરૂચ જીલ્લામાં બે ત્રણ દિવસથી સૂર્યનાં પ્રકોપ વચ્ચે ૪૦ ડિગ્રીએ તાપમાનનો પારો ચઢતાં લોકો અગ્નિવર્ષાનો અનુભવ કરી રહ્યા છે.જીલ્લાનાં લોકો ગરમપવનોને કારણે પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.ભરૂચ જિલ્લામાં ગરમી અને સૂર્યનાં અગ્નિબાણને લઈને લોકો ત્રહિમામ પોકારી ઊઠયા છે. જીલ્લામાં કલમ-૧૪૪ લાગુ છે. કોરોના વાઈરસને પગલે કહેર મચી ગયો છે. ભરૂચ જીલ્લામાં ૧૩ નો આંકડો કોરોના વાઈરસથી સંક્રમિત થવાનાં કેસો વઘશે તેની દહેશત વચ્ચે હવે ધરમાં રહેતા લોકો ગરમ પવનોને કારણે શેકાઈ રહ્યા છે. હાલ બે -ત્રણ દિવસથી જીલ્લાના આકાશમાંથી સૂર્ય અગ્નિબાણ વરસતાં રહીયાં છે. સવારે ૧૦ વાગ્યેથી જ ગરમ પવનો ફુંકાવાની શરૂઆત થઈ જાય છે.જ્યારે બપોરેના સમયે ધમધમતા તાપને પગલે સુમસામ રસ્તા ઉપરથી પણ ગરમ વરાળ નીકળતી હોય તેવુ વાતાવરણને પગલે ગરમ પવને ફેકાઈ રહીયાં છે. જ્યારે જીલ્લામાં હાલ તો લોકડાઉનનો નિયમ લાગુ છે સાથે ૧૪૪ ની કલમ પણ લાગુ છે એટલે રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ છે લોકો “કોરોના” નામનાં વાઈરસથી દહેશતમાં છે ત્યાં રોજરોજ ભરૂચ જીલ્લામાં વઘતા જતાં ગરમીનાં તાપમાનને પગલે જીલ્લામાં દિવસ દરમ્યાન પણ અંગ દઝાડતી ગરમી ગરમ લું લાગે તેવા પવન અને ઉપરથી સૂર્યનાં આકરા કિરણોને પગલે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. અસહનીય ગરમી અને ઉકળાટને પગલે લોકો ઠંડક મેળવવા ઘરમાં ફુલર, એ.સી અને પંખાની હવા ખાવા મજબૂર બની ગયા છે. જીલ્લાનાં લોકો ગરમીમાં શેકાઈ રહીયાં છે જીલ્લામાં દિવસ દરમ્યાન ગરમી બાદ રાત્રીના પણ અસહનીય ગરમીને કારણે લોકોની દિનરાતની ઉંધ હરામ થઈ ગઈ છે.

Advertisement

Share

Related posts

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો…..

ProudOfGujarat

ભરૂચનાં દહેજ જીઆઇડીસી યશસ્વી રસાયણ કંપનીમાં ગઈકાલે આગ લાગવાની ઘટનામાં મૃત્યુ આંક 10 ઉપર ગયો છે ત્યારે ઘાયલોની સંખ્યા 70 ઉપર પહોંચી છે આજે પણ એક ટેન્કમાં આગ લાગતા તંત્ર દોડતું થયું હતું.

ProudOfGujarat

ભરૂચ : શક્તિનાથ વિસ્તારમાં રોડ વચ્ચે પડેલ ખાડામાં ઈંટો ભરેલ ટ્રક ફસાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!