કોરોનાની મહામારી વચ્ચે દેશમાં કરોડો લોકો તકલીફમાં ફસાયા છે. આખા દેશમાં છેલ્લા ૨૧ દિવસથી લોકડાઉન ચાલે છે. ત્યારે રોજ કમાઈને રોજ ખાનારા ગરીબ વર્ગના લોકો માટે બે ટંકના રોટલા પરિવાર માટે ક્યાંથી લાવવા એ એમના માટે સૌથી મોટો પ્રશ્ન છે. આવી કપરી પરિસ્થિતિમાં અનેક દાનવીરો આવા પરિવારની મદદ માટે આગળ આવ્યા છે. એમાના એક કે જે રેતીવાળા બાપુના નામે ઓળખાતા ખાણ માલિક જે મૂળ હિંમતનગર અને રાજપારડી ખાતે રહેતા મુસ્લિમ અગ્રણી સૈયદ ઈમ્તિયાઝ અલી બાપુ છે. હિન્દૂ મુસ્લિમનો ફર્ક જોયા વગર ગરીબ અને નિરાધાર લોકોની મદદ માટે રાત દિવસ એમના ઘરના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે એમની માટે માનવતા સૌથી મોટો ધર્મ છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી, અને આજુબાજુના ગામ ગોવાલી, લીમોદરા, રતનપુર, પોરા, જરસાડ, વણાકપોર, ભલોદ, તરસાલી, અને નર્મદા જિલ્લાના રાજપીપળા અને સિસોદ્રા જેવા બીજા અનેક ગામોમાં ગરીબ લોકો માટે ૧૫૦૦ જેટલી અનાજ અને બીજી જીવન જરૂરિયાતની કીટો વહેંચી છે, આવી કપરી પરિસ્થિતિમાં જરૂરિયાત મંદ લોકો તકલીફમાં સહભાગી બની માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમની જેટલી તારીફ કરો એટલી ઓછી છે કેમ કે એ ક્યારે પણ કામ કે મદદની પ્રચાર કે જાહેરાત કરતા નથી એવા દાનવીરને દિલથી સલામ.
હિંમતનગર અને રાજપારડી ખાતે રહેતા મુસ્લિમ અગ્રણી સૈયદ ઈમ્તિયાઝ અલી બાપુએ ગરીબ લોકો માટે ૧૫૦૦ જેટલી અનાજ અને બીજી જીવન જરૂરિયાતની કીટ વહેંચી.
Advertisement