Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા નર્સિંગ એસોસીએશનનાં આગેવાન દ્વારા તેમના છ મહિનાનાં બાળક દર્શ પટેલને મૂકીને તેની આસપાસ કોરોના સંક્રમણથી બચવાની વસ્તુ મૂકી આ સંક્રમણથી બચવા માટેની થીમ તૈયાર કરી.

Share

કોરોના વાયરસ એ હાલ તો દેશ દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે તેનાથી બચવા માટે એકમાત્ર ઉપાય પોતાના ઘરમાં રહીને સામાજિક અંતર રાખીને આ વાયરસથી બચી શકાય છે. આ સંક્રમણને રોકવા માટે તમારે મોઢા ઉપર માસ્ક લગાવવો જરૂરી છે હાથ સાફ કરવા જરૂરી જરૂરી છે એટલું જ નહીં પણ બાળકોની વિશેષ સંભાળ લેવાની પણ જરૂર છે ત્યારે નર્સિંગ એસોસીએશનનાં આગેવાન હેમદીપભાઇ પટેલ (મેલ નર્સ) દ્વારા થીમ તૈયાર કરવામાં આવી છે.

જેમાં તેમના છ મહિનાનાં બાળક દર્શ પટેલને મૂકીને તેમણે તેની આસપાસ કોરોના સંક્રમણથી બચવા માટે ઘર વગા એટલે કે જે ઘરમાં અવેલેબલ છે તેવી વસ્તુઓ થકી તમે આ સંક્રમણને રોકી શકો છો તેવો સંદેશ વહેતો કર્યો હતો. જેમાં તેમણે મોઢા પર માસ્ક, હાથ ધોવા માટેના સાબુ, મેડિકલ કીટ અને સાથે સાથે હેન્ડ સેનેટાઈઝર બ્લડ પ્રેશર માપવાનું મશીન પણ તેમણે મૂક્યું છે સાથે બાળકના હાથમાં એક પ્લેકાર્ડ રાખ્યું છે જેમાં લખ્યું છે stay home એટલે કે તેમને બાળક થકી પણ લોકોને ઘરમાં રહેવા માટે જ વિશેષ સંદેશ વહેતો કર્યો છે.

હાલ તો કોરોના વાયરસએ દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકડાઉનના બીજા ચરણમાં આપણે પ્રવેશ કર્યો છે. 19 દિવસનાં લોકડાઉનમાં જો લોકો ઘરમાં જ રહે તો કોરોના સંક્રમિત થતા અટકી શકે છે તેનો સંદેશ છ મહિનાનાં દર્શ પટેલનાં પિતા હેમદિપભાઈ પટેલ (ભરૂચ જિલ્લા નર્સિંગ એસોસીએશનનાં આગેવાન) એ થીમ દ્વારા લોકોને સંદેશ આપ્યો છે.

Advertisement

Share

Related posts

જમીનના ખોટા દસ્તાવેજો બનાવવાનાં ગુનામાં ત્રાપજ ગામનો શખ્સ ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અંકલેશ્વર તાલુકામાં સૌથી વધુ ૮૧ મિ.મિ વરસાદ નોંધાયો

ProudOfGujarat

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે “P.M. CARE FUND” હેઠળ DRDO દ્વારા પ્રાપ્ત થયેલ ઓક્સિજન પ્લાન્ટનું કરાયેલું લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!