Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે બંધારણનાં ધડવૈયા એવાં ડૉ.બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે પૂષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

Share

ભારતનાં બંધારણનાં ધડવૈયા અને સર્વને સમાન અધિકાર આપનારા ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની આજે જન્મ જયંતિની ઉજવણી ભરૂચ જીલ્લામાં સાદગીપૂર્ણ રીતે કરવામાં આવી હતી. ભરૂચ શહેર જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે બાબા સાહેબની તસવીર પર પૂષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

હાલ દેશમાં કોરોના વાઇરસની મહામારીને લઈને દેશ ભરમાં લોક ડાઉન છે, કલમ 144 લાગુ કરવામાં આવી છે જેને પગલે ભરૂચ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, અરવિંદ ધોરાવાલાએ ડૉ.બાબા સાહેબની તસવીરને સમગ્ર જીલ્લા શહેર કોંગ્રેસ તરફથી પૂષ્પાંજલી અર્પણ કરી હતી.જયારે જીલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણાએ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ બંધારણ આપનાર ડૉ.બાબા સાહેબનો આભાર વ્યકત કર્યો હતો.

Advertisement

Share

Related posts

રાજપીપળા : લોકડાઉનમાં સહયોગ આપવા નર્મદા પોલીસ દ્વારા રીક્ષા ફેરવી એનાઉન્સમેન્ટ કરાયું.

ProudOfGujarat

ભરૂચ : અનુસૂચિત જાતિ ઉપર થતાં અત્યાચાર અંગે જંબુસર મામલતદારને આવેદનપત્ર…

ProudOfGujarat

અંકલેશ્વરમાં એક જ વરસાદમાં તંત્રની પોલ ખુલી : જલારામ ફાટકના જાહેર માર્ગો ઉપર લીપાપોથીની કામગીરીથી વાહન ચાલકોને હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!