Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કિશનાડ ગામે કોરોના અંગે લોક જાગૃતિ માટે યુવાઓએ અભિયાન શરૂ કર્યું.

Share

ભરૂચ તાલુકાના કિશનાડ ગામે યુવા સરપંચ તેમજ ગામના યુવાનો દ્વારા કોરોના વાયરસ સામે લડત ચલાવવા તેમજ ગામના લોકોને સુરક્ષિત રાખવા ગામને મુખ્ય માર્ગો સાથે જોડતા ચાર મહત્વના માર્ગો સીલ કરવામાં આવ્યા છે.ગામના યુવા સરપંચ કૃણાલભાઈ નરેન્દ્રભાઈ પટેલે યુવા સેના દ્વારા ત્રણ અલગ અલગ મંડળ બનાવી લોક જાગૃતિ લાવવા આ મંડળને જવાબદારી સોંપવામાં આવી છે. કિશનાડ ખાતે એક સંરક્ષણ મંડળને રચના કરવામાં આવી છે જેનું મુખ્ય ગામના માર્ગો ઉપર નજર રાખવાનું છે. જેથી કોઈ પણ ગામમાં બહારની કોઈ વ્યક્તિ કારણ વિના પ્રવેશ કરી શકે નહીં ઉપરાંત ગામમાં તમામ નાકાબંધીનું નિરીક્ષણ કરવું દુકાનો સમયસર ખુલી જાય અને બંધ થાય તેનું ધ્યાન આપવું તેમજ લોકો ઘરની બહાર જરૂરિયાત વિના ના નીકળે એની ચોકસાઈ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.બીજું આરોગ્ય મંડળની રચના કરવામાં આવી છે જેમાં ગામમાં કોઇને પણ આરોગ્યલક્ષી કોઈ તકલીફ હોય તેની જાણ તંત્ર સુધી પહોંચાડવી અને તેના માટે દવાની સગવડ કરી આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઉપરાંત ત્રીજું સમાધાન મંડળ છે જેમાં ગામમાં કોઈપણ દુકાન કે સસ્તા અનાજની દુકાને અથવા ગામમાં કોઈ અન્ય જગ્યાએ વાદ વિવાદ થાય તો તેને અટકાવવાની જવાબદારી સોંપવામાં આવી છે આમ ગામમાં આયોજન બદ્ધ રીતે કોરોના વિરુદ્ધ અભિયાન ચાવવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ નરેન્દ્રભાઈ કનૈયાલાલ પટેલ કિસનાડ ગામના વતની છે જેઓ ગામની સમસ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી જરૂરી સૂચનો આપી રહ્યા છે.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગમાં ભંગારના વેપારીએ બેટરીથી ચાલતી સાયકલ બનાવી.

ProudOfGujarat

નડિયાદમાં દીકરીના આણા માટે રાખેલા દાગીના અને રોકડ રકમની તસ્કરો ચોરી કરી ફરાર.

ProudOfGujarat

TET-2 નું પરિણામ જાહેર, 37,450 ઉમેદવારો થયા ઉત્તિર્ણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!