આમોદ તાલુકાના સરભાણ ગામની ૨૫ વર્ષીય પરિણીતાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા લોકડાઉનમાં પરિણીતાને હોસ્પિટલ કેવી રીતે ખસેડવી તેને લઈને પરિવાર મૂંઝવણમાં મુકાયો હતો આ દરમિયાન મહિલાના પતિએ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને ફોન કર્યો હતો કોલ મળતાં જ આમોદ ૧૦૮ નાં સ્ટાફ ઇએમટી પ્રદિપ હડિયોલ પાયલોટ મુકેશ માછી એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસૂતિ કરાવી અને નવજાતને સરકારી હોસ્પિટલમાં ખસેડેલ છે હાલમાં માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે. આ ઘટના બાદ પરિવારે ૧૦૮ની ટીમને દેવદુત ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને ફેલોતો અટકાવવા માટે દેશમાં લોક ડાઉન ચાલી રહ્યું છે આવી કપરી પરિસ્થિતિમાં પ્રસૂતિની મહિલાની વ્હારે ૧૦૮ આવી આ સમયે સરભાણ ગામમાં મજુર કોલોનીમાં રહેતી જનકબેન પ્રકાશભાઇ રાઠોડ પ્રસૂતિની પીડા ઉપડી હતી ત્યારે ૧૦૮ સ્ટાફ દ્વારા ઇએમટી પ્રદીપ હડિયોલએ એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ નોર્મલ કરાવેલી ડિલિવરી કરાવ્યા બાદ બાળકને ન્યૂ બોર્ન કેર આપેલી અને પ્રસુતિ મહિલાને કઠવાડા ખાતે ફિઝિશિયન મિત્તલ ડોક્ટર દ્વારા કહેલી ટ્રીટમેન્ટ આપીને આમોદ સરકારી હોસ્પિટલમાં ખસેડેલ અહીં હાજર ડોક્ટર જણાવેલ મહિલા અને બાળકની તબિયત તંદુરસ્ત છે.
હાલમાં કોરના વાયરસનાં ફેલાવવાનાં કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહયુ છે આ સમયે ભરૂચ જિલ્લાનાં આમોદ ૧૦૮ નાં સ્ટાફે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે
Advertisement
1 comment
Great