Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોનાની મહામારી સામે લડવા રાષ્ટ્રીય કોંગ્રેસ અગ્રણી અહેમદભાઈ પટેલ દ્વારા લોકોને એક સંપ થઈ લડવાની અપીલ કરી હતી.

Share

કોરોનાની મહામારી સામે લડવા રાષ્ટ્રીય કોંગ્રેસ અગ્રણી અહેમદભાઈ પટેલ દ્વારા લોકોને એક સંપ થઈ લડવાની અપીલ કરી હતી અને સફાઈ કર્મચારીથી લઈ ઉચ્ચ અધિકારીઓને બનતી મદદ કરી તેમને સહકાર આપવાની અપીલ પણ કરી હતી. કોરોના વાઈરસની મહામારી સામે આ પળે પક્ષા પક્ષી સાઘી ભુલી તમામ ધર્મ જ્ઞાતી જાતિનાં ભેદભાવ ભૂલીને એક સંપ થઈને જો કોરોનાની મહામારી સામે લડીશુ તો ચોકકસ આપણી જીત થશે તેવી એક અપીલ ભરૂચ જિલ્લાનાં અગ્રણી અને રાષ્ટ્રીય કોગ્રેસ સમિતિનાં ખજાનચી રાજ્યસભાના સાંસદ સભ્ય અહેમદભાઈ પટેલ દ્વારા કરવામાં આવે છે તેમણે સ્વેચ્છિક સંસ્થા સહિત લોકોને મદદ કરતા તમામને અભિનંદન પાઠવ્યા છે. સાથે રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલે અપીલ કરતા કહ્યું કે તમારા આજુબાજુના તમામ લોકોને મદદ કરો જે લોકો શ્રમજીવી છે ધરે જવા નીકળ્યા છે ને ફસાયા છે તેમની મદદ કરવા સાથે રોજ કમાઈને ખાનારની હાલત કફોડી બની છે તેમની મદદ કરો સાથે ગરીબ, ખેડૂતો, ખેત મજૂરો, શ્રમિકો,લઘુઉદ્યોગકારોને આ મહામારીને પગલે કામઘંઘો બંઘ થતા મોટી અસર થઈ છે અને લોકો વતન જવા ચાલતા નીકળ્યા છે. કેટલાક લોકો પોતાના ગામોમાં પોહોંચીયા છે. તે તમામ લોકોને પણ મદદની જરૂર છે આપ સર્વ લોકો તેમણે બનતી મદદ કરો લોકો બિમારીની સાથે સાથે ભૂખમરાથી નહી મરે તેનું ધ્યાન સ્થાનિક NGO એ રાખવું જોઈએ. લોકો સોશિયલ મીડીયાનો ઉપયોગ તેમની મદદ કરવામાં લગાડે તે જરૂરી છે કેટલાક લોકો સોશિયલ મીડીયા પર લાગણી દુભાય તેવા મેસેજ કરે છે. તે ખરેખર દુ:ખદ છે. તેમની સામે સરકાર પગલાં ભરશે પરંતુ સાચે જ કોઈકને મદદ કરવા માગતા હોય તો સોશિયલ મીડીયાનો ઉપયોગથી મદદ થઇ શકે છે. આપે તમારા વિસ્તારમાં આવતાં સફાઈ કર્મચારીઓને તમારી બનતી મદદ કરો રસ્તા પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પોલીસ અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપી તેમની મદદ કરો પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારી ઓને અભિનંદન છે તેઓ આવી કપરી પરિસ્થિતિમાં પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે. તબીબો, નર્સ બહેનો અને સરકારી અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપો અને નાત, જાત, ધર્મ અને પક્ષ-પાત ભુલી જાવ બસ ઘરમાં રહો સુરક્ષિત રહો તમામ સરકારી અધિકારીઓને સહકાર આપીશું એક થઈને લડીશુ તો ચોકકસ આ કોરોનાની મહામારીમાં આપણી જીત થશે.

Advertisement

Share

Related posts

નર્મદામાં લગ્ન પ્રસંગનાં ગાઈડલાઈનની ઐસી કી તૈસી.

ProudOfGujarat

ભરૂચની MK કોલેજ કેમ્પસમાં આજે વિદ્યાર્થીઓ માટે 285 કંપનીઓ દ્વારા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

રન એન્ડ રાઈડર ગૃપનાં ધર્મેશ પટેલ અને અશ્વિન ટંડેલ અમદાવાદની મેરેથોન દોડમાં ઝળક્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!