ભરૂચ જીલ્લામાં લોક ડાઉનને પગલે તેમજ 144 ની કલમ લાગુ હોવાથી જીલ્લામાં 4 થી વધુ લોકો એકત્ર થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે ત્યાં ભરૂચ શહેર અને તાલુકાની સૌથી મોટી શાકભાજી માર્કેટ મહંમદપુરા વિસ્તારમાં આવેલી છે. જેમાં છેલ્લાં કેટલાંક દિવસોથી લોકો છુટક શાકભાજી ખરીદવા પણ ઉમટી પડતાં અને જીલ્લા કલેકટર દ્વારા આ શાકભાજી માર્કેટ નવી જગ્યા એટલે કે વડદલા ખાતે ખસેડવાનો હુકમ કરતાં વેપારીઓ દ્વારા ત્યાં જવાની ના પાડી દીધી હતી. જોકે અંતે કેટલાંક વેપારી અને ખેડૂતો દ્વારા અહીં વેચાણ શરૂ કર્યું હતું અને જુની APMC ને તાળાં મારી દીધા હતા જેને લઈને અસંખ્ય વેપારીઓનો સામાન તેમની દુકાનો અને ગોડાઉનમાં જ રહી ગયો હતો. છેલ્લાં બે-ત્રણ દિવસથી 300 જેટલાં વેપારીઓનાં કાંદા બટાકાં સહિત ફળફળાદી ગોડાઉન અને દુકાનોમાં હોવાથી તે બગડી જવાની દહેશત છે વેપારીઓને મોટું નુકસાન થવાની દહેશતને પગલે આજે ભરૂચ જીલ્લા સમિતિનાં પ્રમુખ પરીમલસિંહ રણા, યુનુસ અમદાવાદી, સમસાદઅલી સૈયદ, વિકકી શોખી સહિતનાં આગેવાનોએ ભરૂચ APMC નાં ચેરમેન તથા જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી 300 જેટલાં વેપારીઓને તેમનાં દુકાનમાંથી સામાન કાઢવાની રજુઆત સાથે સાથે તેમજ દુકાનો સમય મર્યાદામાં ખોલવા અને ધંધો કરવા દેવામાં આવે તેવી માંગણી કરી હતી. વેપારીઓ પણ હવે જુની APMC માં જ ધંધો કરવાની માંગણી કરી રહ્યા છે.
ભરૂચની જુની APMC ખોલવાની રજુઆત ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા APMC ચેરમેન અને જીલ્લા કલેકટરને કરવામાં આવી છે.
Advertisement