ભરૂચ જીલ્લામાં દમણ સુધી એકપણ કોરોના પોઝિટીવનાં દર્દીઓ નહીં હોવાની તપાસ વચ્ચે આજે આમોદ તાલુકાનાં ઇખર ગામે તામિલનાડુથી આવેલી જમાતનાં લોકોમાંથી 4 લોકોનાં શંકાસ્પદ કોરોના પોઝિટીવનાં રિપોર્ટ આવતા તેઓને મધ્યરાત્રીનાં ભરૂચ સિવિલ હોસ્પીટલમાં તપાસ અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ઇખર ગામ ખાતે આજે ગામનાં પ્રવેશ કરવાનાં રસ્તાઓ બહારનાં લોકો માટે બંધ કરવામાં આવ્યા છે. સાથે ઇખર ગામે મેડીકલ હોમ ઉતારીને લોકોની આરોગ્યલક્ષી તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ તો ભરૂચ જીલ્લામાં અસંખ્ય લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. જોકે જમાતમાં ગયેલા લોકો તેમજ જમાતમાં આવેલા લોકોની આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકાનાં ઇખર ગામ ખાતે રોકાયેલા જમતીઓને એક મકાનમાં હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. જોકે તામિલનાડુથી આવેલી જમાતનાં લોકો ભરૂચ 12 થી 17 માર્ચ દરમ્યાન આવીને એક મસ્જિદમાં રોકાયા હતા. 23 માર્ચનાં રોજ આરોગ્યની ટીમ દ્વારા તમામને આરોગ્યલક્ષી પરીક્ષણ કરીને ઇખરનાં એક મકાનમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. જયારે ગઇકાલે રાત્રિનાં સમયે જીલ્લા કલેકટર કચેરીમાં અગત્યની બેઠક મળી હતી અને એકાએક રાત્રિનાં ઇખર ગામમાં પોલીસ સાથે મેડિકલની ટીમ એમ્બ્યુલન્સ લઈને પહોંચી હતી અને 4 લોકોને તાત્કાલિક ધોરણે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા. આ ચારે લોકો જમાતીઓનાં સંપર્કમાં હતા જેને લઈને 4 લોકોને શંકાસ્પદ કોરોના પોઝિટીવ રિપોર્ટ આવતા તમામને ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા. સવાર સુધીમાં ચારે લોકોને આઇસોલેશન વોર્ડમાં મૂકવામાં આવ્યા છે. જયારે ઇખર ગામમાં પ્રવેશ કરવાનાં તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ગામમાં બહારનાં કોઈપણ વ્યક્તિને પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે. મેડિકલની ટીમે ઇખર ગામનાં 7 હજાર લોકોનું સ્કેનિંગ કરશે. જોકે ગામ લોકો આ મામલે હાલ તો વધુ કહેવા તૈયાર નથી પરંતુ આ મામલે જરૂરી જણાવતા તેઓનાં ફરી રિપોર્ટ કરવા દબાણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
ભરૂચ : તામિલનાડુ ખાતે જમાતમાં હાજરી આપનાર ઇખર ગામે મસ્જિદમાં રોકાયેલા લોકો પૈકી 4 ને શંકાસ્પદ કોરોના પોઝિટીવ.
Advertisement