ભરૂચમાં ચાલી રહેલા કોરોનાવાયરસ હાલ લોકડાઉન ચાલી રહ્યું છે અને ૧૪૪ નું જાહેરનામું પણ પ્રસિદ્ધ હોવા છતાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામૂહિક રાજીનામાં આપવા ભરૂચ જિલ્લા કલેકટર કચેરીમાં પહોંચતા તમામની ૧૪૪ ના ભંગ બદલ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કોરોનાવાયરસ ને લઇ સમગ્ર ગુજરાતમાં લોક ડાઉન ચાલી રહ્યું છે અને ભરૂચ જિલ્લા વહીવટીતંત્રને ૧૪૪ જાહેરનામું હોવા છતાં છતાં કેટલાક લોકો જાહેરનામાનો ભંગ કરી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે હાલ તાજેતરમાં લોક ડાઉનમાં સસ્તા અનાજની દુકાન સંચાલકો દ્વારા અનાજ વિતરણ સરકારના નિયમ મુજબ કરવામાં આવી રહ્યું છે. પરંતુ કેટલાક રેશન ધારકો અનાજ ન મળતું હોવાના કારણે દુકાન સંચાલકો સાથે અભદ્ર વર્તન કરી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવ્યા બાદ સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ ભેગા મળી સામૂહિક રાજીનામાં ભરૂચ જિલ્લા કલેકટર સમક્ષ કરી દેવાના પ્રકરણમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો ભરૂચ જિલ્લા કલેકટર કચેરીમાં કલેકટર ને રાજીનામા આપવા જતાં ભરૂચ જિલ્લા કલેકટર કચેરી સંકુલમાં જ ૧૪૪ ના જાહેરનામાના ભંગ બદલ સસ્તા અનાજની દુકાન રાજીનામા ધરી દેતા નારાજ સંચાલકોની ૧૪૪ ના ભંગ બદલ ધરપકડ કરવામાં આવી હતી જોકે ભરૂચ જિલ્લા કલેકટર કચેરીમાં રાજીનામા સાથે રજૂઆત કરવા આવેલા સૌથી વધુ સંચાલકોને પોલીસે જિલ્લા વહીવટી તંત્રના ૧૪૪ ના જાહેરનામાના ભંગ બદલ અટકાયતી પગલાં લેવામાં આવતા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેલી સસ્તા અનાજની દુકાનના સંચાલકોને 144 ના ભંગ બદલ અટકાયતી પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
ભરૂચ જિલ્લા કલેકટરને રાજીનામાની યાદી આપવા જતા પોલીસે કરી ધરપકડ.
Advertisement