હાલ તો કોરોનાવાયરસને લઈને ભરૂચ જિલ્લાનું તંત્ર ભારે જહેમત ઉઠાવી રહ્યું છે ત્યારે આરોગ્યને લગતી સેવાઓને પગલે આરોગ્ય તંત્ર અને 108 ની ટીમ સમગ્ર જિલ્લામાં હર હંમેશ તૈયાર રહેતી હોય છે
ત્યારે ભરૂચ જિલ્લામાં 108 ની ટીમનું કાર્ય સરાહનીય છે જ્યારે ગઈકાલે પ્રધાનમંત્રી મોદી દ્વારા લોકોને 9:00 વાગ્યે દીપ પ્રગટાવીને એકતા અને સુરક્ષાનું સંદેશ વહેતો કરવાની અપીલ કરવામાં આવી હતી જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં લોકોએ મીણબત્તી દીવડા પ્રગટાવીને એકતાનો સંદેશ આપ્યો હતો તો બીજી તરફ 108 ની ટીમે પણ દીવડા અને મીણબત્તી પ્રગટાવી લોકોને વિશ્વાસ જગાવ્યો હતો કે 108 ની ટીમ હંમેશા તમારા માટે તત્પર છે તમારી સેવામાં તત્પર છે તમારી રક્ષા માટે હરહંમેશ તૈયાર રહેશે અને 108 ની ટીમ જિલ્લાના લોકોની પડખે છે તેમણે જણાવ્યું હતું.
Advertisement