ભરૂચના હાઈવે ટ્રાફિક પોઇન્ટ પર લોકડાઉન દરમ્યાન ખડે પગે ફરજ નીભાવતા પોલીસ જવાનોને સામાજિક સંસ્થા હેલ્પીગહાટસ દ્વારા ફેસ સીલ્ડ માસ્ક આઈ.જી અને જીલ્લા પોલીસ વડાની હાજરીમાં આપવામાં આવ્યા.
આ ભરૂચ જીલ્લાનાં ટ્રાફિક પોઈન્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સીઘા જ લોકોનાં સંપર્કમાં આવતાં હોય છે સાથે વાહનો પસાર થતાં ધૂળ ઉડતા તેઓ પર આ ઘૂળનો રજકણો પડતા હોય છે અને હાલ કોરોના વાયરસથી ફેલાયેલી મહામારીને પગલે લોકડાઉન થતાં તમામ ટ્રાફિક નાકાઓ ઉપર પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો ખડે પગે માત્ર માસ્કનાં સહારે ફરજ નીભાવતા રહ્યા છે.
ત્યારે ભરૂચની સામાજિક સંસ્થા હેલ્પીગહાટસ દ્વારા પોલીસ જવાનો માટે ફેસ સીલ્ડ માસ્ક બનાવ્યા હતા જેને ભરૂચના મુલદ ટોલનાકા ખાતે આઈ.જી અભય ચુડાસમા અને જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે પોલીસ કર્મચારીઓમાં વિતરણ કરવામાં આવ્યા હતા. પ્રથમ તો હાલની કામગીરીને સર્વ લોકોએ તાળીઓથી વઘાવી લીધી હતી ત્યારબાદ તમામ અધિકારી અને પોલીસ જવાનોને ફેસ સીલ્ડ માસ્ક આપવામાં આવ્યા હતા. આ ફેસ સીલ્ડ માસ્ક પોલીગાર્ડ મટીરિયલથી બનાવ્યા છે અને તેને રીયુઝ કરી શકાય છે માસ્કને સેનેટાઇઝરથી સાફ કરી શકાય છે તેને ઘોઈ ને સાફ કરી ફરી ઉપયોગ માં લઇ શકાય છે. હાલ ૧૫૦ ફેસ સીલ્ડ માસ્ક પોલીસ જવાનોને આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં વધુ માસ્ક આપવામાં આવશે આ માસ્ક આપનારી હેલ્પીગહાટસ સંસ્થાનો જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા એ આભાર માન્યો હતો.
ભરૂચના હાઈવે ટ્રાફિક પોઇન્ટ પર લોકડાઉન દરમ્યાન ફરજ નીભાવતા પોલીસ જવાનોને સામાજિક સંસ્થા હેલ્પીગહાટસ દ્વારા ફેસ સીલ્ડ માસ્ક આઈ.જી અને જીલ્લા પોલીસ વડાની હાજરીમાં આપવામાં આવ્યા.
Advertisement