મોહદીશે આઝમ મિશન ટંકારીયા બ્રાન્ચ તરફથી ગામમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગીય લોકોને ઘરે જઈ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું વિતરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં આજ દિન સુધી 200 જેટલી કિટોનું વિતરણ કાર્ય કરી ઉમદા કામગીરી બજાવવામાં આવી રહી છે. ભરૂચ તાલુકામાં આવેલું ટંકારીયા ગામે હજરત સૈયદ હશન અસરફીયુલ ઝીલાનીનાં આદેશને અનુસરી સમગ્ર દેશમાં કોરાનાની વર્તમાન પરિસ્થિતિમાં દેશ લોકડાઉન હોય ગરીબ મધ્યમ વર્ગનાં લોકોને ઘરે ઘરે ફરી કિટોનું વિતરણ કરવાનાં આદેશનું પાલન કર્યું છે. ટંકારીયા ગામે વિધવા બહેનોને ૧૫૦૦ ની કિંમતની ૪૦ કીટ તેમજ અન્ય જેઓ મજૂરીયાત વર્ગ નાનાં ધંધા,રીક્ષા બંધ પડ્યાં છે તેઓને જીવન જરૂરી ચીજોની કિટો આપી હતી.૪ એપ્રિલનાં રોજ ગામના આદિવાસી,હરિજન,રોહિત સમાજનાં ઘરે જઈ ૪૦ કિટોનું વિતરણ ગ્રામ પંચાયત સરપંચ તેમજ રૂસ્ટમ ભાઈ ગોદાર આગેવાનનોની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ત્રણ લાખ રૂપિયાની કિંમતોની કિટોનું વિતરણ કરી મિશને ઉમદા કામગીરી બજાવી છે.ગામના જરૂરિયાતવાળા ગરીબ લોકોની યાદી બનાવી વધુમાં વધુ કિટો વિતરણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
ભરૂચ : ટંકારીયા ગામે ગરીબોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું.
Advertisement