ભરૂચમાં આજરોજ વહેલી સવારથી જ સસ્તા અનાજની દુકાનો પર રેશનકાર્ડ ધારકોને લાંબી લાઈનો જોવા મળી હતી. રાજ્ય સરકાર દ્વારા આજથી રેશનકાર્ડ ધારકોને વિના મુલ્યે જીવન જરૂરિયાત માટે અનાજનું વિતરણ હાથ ધરાયુ હતું. સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાશનનાં વિતરણની વ્યવસ્થા કરવામાં આવી તો કેટલાક સ્થળે ધજાગરા ઉડ્યા હતા. જોકે અવ્યવસ્થા ના થાય તે માટે તંત્ર દ્વારા સસ્તા અનાજની દુકાને દુકાનદાર સિવાય બે શિક્ષકો અને હોમગાર્ડ જવાન પણ રાખવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં આજથી ૫૦૫ દુકાનોમાં વિના મૂલ્યે અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.
Advertisement