કોરોના વાયરસ સામેની લડત માટે હવે વિવિધ જિલ્લાના સાંસદો, ધારાસભ્યો પણ આગળ આવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના રાજ્યસભા ના સાંસદ અહમદભાઈ પટેલે મેડિકલ ફેસેલિટી માટે અગાઉ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ માટે કુલ રૂ. એક કરોડ ની ગ્રાન્ટ ફાળવી હતી જયારે વધુમાં છોટા ઉદેપુર જિલ્લા માટે દશ લાખ ની ગ્રાન્ટ ફાળવી હતી. રાજ્ય સભાના સાંસદ અહમદભાઈ પટેલે આ અગાઉ ભરૂચ, નર્મદા, ડાંગ, વલસાડ તેમજ તાપી જિલ્લાઓને એક કરોડ ની ગ્રાન્ટ ફાળવી હતી. સાંસદ અહમદભાઈ પટેલે આજરોજ જાહેર કરેલી પોતાની સાંસદની ગ્રાન્ટ માંથી છોટાઉદેપુર જિલ્લા ને પણ 10 લાખ ની ફાળવણી કરી છે. આ અંગે ની લેખિત જાણ તેઓએ જિલ્લાના કલેકટરને કરી દીધી હતી. અહેમદભાઈ પટેલે કોરોના વાયરસના સંક્રમણ સામે પ્રતિકારત્મક આરોગ્ય સુવિધા ઉભી કરવા આ જિલ્લાઓને ગ્રાન્ટ ફાળવણી કરી છે. જે અંતર્ગત સરકારી હોસ્પિટલ માં કોવીડ -19 વાયરસ ના ટેસ્ટિંગ, સ્ક્રિનિંગ, વેન્ટિલેટર તેમજ અન્ય મેડિકલ ના સાધનોની ખરીદી આ જિલ્લામાં થઇ શકે.
ભરૂચ જિલ્લા ના રાજ્ય સભાના સાંસદ અહેમદભાઈ પટેલ વધુ એક છોટાઉદેપુર જિલ્લા ને પણ દશ લાખ ની ગ્રાન્ટ ની ફાળવણી કરી છે.
Advertisement