કોરોનો વાયરસને લીધે ભારત ભરમાં લોકડાઉન એલાન બાદ સુરત, ભરુચ, દહેજ વિસ્તારમાં વાહન વ્યવહાર બંધ થઈ જતાં નેશનલ હાઈવે નં.8 ઉપર પોતાના વતન યૂપી, બિહાર, દાહોદ, એમ.પી થી રોજગારી માટે આવેલા મજૂરોની હાલત કફોડી બની ગયેલ છે ત્યારે માદરે વતન પરત ફરવા 70 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપી વાહનની શોધમાં ગરીબ વર્ગ અટવાયલો જોવા મળતાં માનવ સેવા એજ પ્રભુ સેવા તેવા ઉદ્દેશ સાથે અંગારેશ્વર ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે ચોવીસ કલાક ભોજનની વ્યવસ્થા પુરી પાડનાર ખોડલધામ સંસ્થા દ્વારા આજરોજ નેશનલ હાઈવે નંબર 8 પર વટેમાર્ગુને ફૂડ પેકેટ તેમજ પાણીના બોટલનું વિતરણ કરવામાં આવ્યું.
Advertisement