છેલ્લા કેટલાય સમય થી ભરૂચ ના ફાટા તળાવ.ગાંધી બજાર.ફુરજા ચાર રસ્તા સહિત ના વિસ્તારોમાં ગંદકી.ખરાબ રોડ રસ્તા અને ઉભરાતી ગટરો મુદ્દે સ્થનિકોએ અવાર નવાર પાલિકા વિભાગ માં રજુઆત કરી હતી .તેમ છતાં કોઈ પણ પ્રકાર નો નિરાકરણ નહિ આવતા આજ રોજ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સહિત સ્થાનિક કોર્પોરેટરો ને સાથે રાખી સ્થળ મુલાકતે નીકળતા સ્થાનિક લોકોએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર નો ઊઘડો લેતા એક સમયે સ્થળ ઉપર માહોલ ગરમાયો હતો અને લોકોના રોષ ને જોઈ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સ્થળ ઉપર થી લોકોની સમસ્યાઓ સાંભળી નીકળતા હતા તો લોકો એ પણ તેઓની ગાડી નો ઘેરાવો કરવાનો પ્રયત્નો કર્યા હતો…
વધુ માં સ્થાનિક કાઉન્સીલર યુસુફ મલેક અને સ્થાનિક દુકાનદારો તેમજ રહેવાસીઓએ પાલિકા કચેરી ખાતે દોડી જઇ પ્રમુખ અને ચીફ ઓફિસરે મુલાકાત લીધેલા સ્થળ ઉપર ની સમસ્યાઓ વહેલી તકે દૂર કરવા માટે ની રજુઆત કરતા પાલિકા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખે આગામી ડિસેમ્બર સુધી લોકો ની સમસ્યા ઓનો ઉકેલ લાવવા માટે તેમજ ફાટા તળાવ થી ફુરજા ચાર રસ્તા સુધી આરસીસી રોડ બનાવવા ની બાહેદરી આપતા મામલો થાળે પડ્યો હતો અને લોકોએ પણ પાલિકા ના નિર્ણય ને આવકારી તેઓએ આપેલી બાહેદરી વહેલી તકે પાલિકાનું તંત્ર નિભાવે તેવી માંગ ઉચ્ચારી હતી…