કોરોના વાયરસ સામેની લડત માટે હવે વિવિધ જિલ્લાના સાંસદો, ધારાસભ્યો પણ આગળ આવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલે મેડિકલ ફેસેલિટી માટે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ માટે કુલ રૂ. એક કરોડની ગ્રાન્ટ ફાળવી છે. જેમાં ભરૂચ, નર્મદા, ડાંગ, વલસાડ તેમજ તાપી જિલ્લાઓનો સમાવેશ થાય છે. સાંસદ અહમદભાઈ પટેલે આજરોજ જાહેર કરેલી પોતાની સાંસદની ગ્રાન્ટમાંથી ભરૂચ જિલ્લાને 40 લાખ, નર્મદા જિલ્લાને 20 લાખ, તાપી જિલ્લા અને વલસાડ જિલ્લાને 15-15 લાખ તેમજ ડાંગ જિલ્લાને 10 લાખની ફાળવણી કરી છે. અંગેની લેખિત જાણ તેઓએ જેતે જિલ્લાના કલેકટરોને કરી દીધી હતી. અહમદભાઈ પટેલે કોરોના વાયરસના સંક્રમણ સામે પ્રતિકારત્મક આરોગ્ય સુવિધા ઉભી કરવા આ જિલ્લાઓને ગ્રાન્ટ ફાળવણી કરી છે. જે અંતર્ગત સરકારી હોસ્પિટલોમાં કોવીડ-19 વાયરસના ટેસ્ટિંગ, સ્ક્રિનિંગ, વેન્ટિલેટર તેમજ અન્ય મેડિકલના સાધનોની ખરીદી આ જિલ્લામાં થઇ શકે.
ગુજરાતના અલગ અલગ જિલ્લામાં કોવિડ-19 ના ટેસ્ટિંગ સ્ક્રિનિગ ના સંસાધનો માટે એક કરોડ રૂપિયા મજૂર કરવા ભલામણ કરતા સાંસદ એહમદ પટેલ
Advertisement