ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસને નાથવા માટે હાલ તો લોકો એકબીજાનાં સંપર્કમાં નહીં આવે તે માટે 144 ની કલમ દાખલ કરીને જીલ્લામાં લોકડાઉન કરી નાંખવામાં આવ્યું હોવા છતાં લોકો બહાર નીકળતા પોલીસે તેમને દંડાવાળી કરીને ઉઠક-બેઠક કરાવી હતી. હાલ તો કોરોના વાઇરસનાં દર્દીઓ ગુજરાતમાં વધી રહ્યા છે. જેને લઈને રાજયમાં 144 ની કલમ લગાડી દેવામાં આવી છે. જેમાં ભરૂચ જીલ્લામાં પણ 144 ની કલમ લગાડી દઈ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની જ દુકાનો ખુલ્લી રાખવાનો હુકમ કર્યો હતો. છતાં આજે ભરૂચ શહેર જીલ્લામાં લોકો રસ્તા ઉપર વાહનો લઈ બહાર નીકળી જાણે હરવા ફરવા આવ્યા હોય તેમ રસ્તા પર પસાર થતાં અને આજે ભરૂચ શહેરનાં શીતલ સર્કલ, ઝાડેશ્વર ચોકડી, પાંચબત્તી સર્કલ, શક્તિનાથ સર્કલ, જંબુસર બાયપાસ, મહંમદપુરા સર્કલ ખાતે પોલીસે આજે વિના કારણે ફરતા લોકોને પાઠ ભણાવ્યાં હતા. યુવકોને દંડાવાળી કરી ઉઠક-બેઠક કરાવી હતી અને બરાબરનાં પાઠ ભણાવ્યાં હતા. ગઇકાલે કેટલીક રીક્ષાઓ પણ પોલીસે કબ્જે કરી હતી. આમ આજે ભરૂચમાં લોકડાઉનમાં પોલીસે 144 ની કલમનો ભંગ કરતાં લોકોને પાઠ ભણાવ્યાં હતા.
ભરૂચ શહેરમાં પોલીસે 144 નો ભંગ કરનારાઓને દંડાવાળી કરી ઉઠક-બેઠક કરાવી.
Advertisement