Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝીથ્રોમાયસીન દવાઓ સારવાર માટે છે, એને આગોતરા પગલાં તરીકે લેવાની નથી આ દવાઓ ડૉકટરનાં પ્રિસ્ક્રિપ્શન વિના નહીં આપવા દવા વિક્રેતાઓને તાકીદ.

Share

કોરોનાની સારવારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન (hydroxychloroquin અને એઝીથ્રોમાયસીન (azithromycin) નામની દવાઓ સારું પરિણામ આપી શકે એવી સંભાવનાઓ છે. આ બંને દવાઓ કોરોનાની સારવાર માટે અસરકારક જણાય છે, પરંતુ આ દવાઓ પ્રોફીલેક્ટીક કે પ્રિવેન્ટિવ એટલે કે આગોતરા પગલાં તરીકે લેવાની નથી, એમ ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર શ્રી ડૉ.એચ.જી. કોશિયાએ જણાવ્યું છે.શ્રી એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે, આ બંને દવાઓ શિડ્યુલ એચ.માં આવે છે, જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચવાની નથી. તેમણે મેડિકલ સ્ટોર્સને સૂચનાઓ આપી છે કે, આવી દવા માત્રને માત્ર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ આપવી. નાગરિકો આપમેળે લેવા આવે તો તેને ડોક્ટર પાસે મોકલવો. સોશિયલ મીડિયાને કારણે આવી દવા ખરીદવા આવતા નાગરિકોને ફાર્માસિસ્ટએ પૂરી સમજણ આપવી. તેમણે કહ્યું હતું કે આ બંને દવાઓની સંગ્રહખોરી કરવી નહીં કે રિટેલ ક્ષેત્રે પણ વધુ જથ્થો ભેગો કરવો નહીં. તેમણે દવાના વિક્રેતાઓને અનુરોધ કર્યો હતો કે, શિડયુલ એચમાં આવતી હોવા છતાં હાલ પૂરતા હોલસેલ અને રિટેલ ક્ષેત્રે તકેદારીના ભાગરૂપે આ દવાનું સંપૂર્ણ રેકોર્ડ રાખવું.ડૉ.શ્રી એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે, hydroxychloroquine અને azithromycin દવાઓ ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ બંને દવાઓનું ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. જેથી કરીને લોકોએ કોઇ પ્રકારની ગેરસમજ કરવી નહીં. આ દવા લેવાથી કોરોના સામે સંરક્ષણ મળતું હોવાની ગેરસમજ ઊભી થઈ છે જે તદ્દન અફવા છે. આ દવા માત્રને માત્ર ટ્રીટમેન્ટ માટે એટલે કે સારવાર માટે અસરકારક જણાઈ છે. પ્રોફીલેક્ટીક કે પ્રિવેન્ટિવ તરીકે લેવાની નથી.

Advertisement

Share

Related posts

અમદાવાદ ખાતે નમો સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નેશનલ ગેમ્સનું ઉદઘાટન પ્રસંગે ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ૯૩૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.

ProudOfGujarat

પાલેજ : એટ્રોસિટી એકટના કેસમાં કંબોલી સરપંચનો નિર્દોષ છુટકારો.

ProudOfGujarat

ભરૂચ : દહેજ ગામેથી દોઢ વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરનાર આરોપીને સગીરા સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!