તાજેતર માંજ ગૌરીવ્રત ની પુર્ણાહુતી થઇ છે..જેમાં બાળાઓ દ્વારા હાથ માં મહેંદી મુકવામાં આવી હતી.અને ગૌરી વ્રત ના પાંચ દિવસઃના વ્રત રાખવામાં આવ્યા હતા..ભરૂચ ના હાઇવે ઉપર આવેલ વડદલા ગામ નજીક ની કવિન ઓફ એન્જલ સ્કૂલ ખાતે આજ રોજ સવારે વિદ્યાર્થીઓના હાથમાં મહેંદી નો રંગ જામ્યો હોય શાળા તરફ થી વિદ્યાર્થીનિને મહેંદી નો રંગ જાય બાદ શાળા એ આવવવા નું વિવાદિત ફરમાન કરતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..
મામલા અંગે ની જાણ વાલીઓ ને થતા વાલીઓએ હિન્દૂ સંગઠનો સાથે શાળા ખાતે ઢસી જઇ હોબાળો મચાવ્યો હતો-ઘટના ના પગલે ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત ભાઈ પટેલ પણ દોડી આવ્યા હતા-અને શાળા સંચાલકોને આડે હાથ લીધા હતા..તેમજ હિન્દૂ સંગઠનોએ શાળા ખાતે ભજન ગાઇ તેઓના આ પ્રકાર ના વલણ નો વિરોધ વ્યક્ત કર્યો હતો…
તો બીજી તરફ મામલા ની ગંભીરતા જોઈ શાળા સંચાલકોએ પોલીસ બોલાવી હતી..તેમજ સમગ્ર મામલા અંગે માફી માંગી આગળ થી આ પ્રકારની ગંભીર ભૂલ શાળા તરફ થી નહિ થાય તે પ્રકાર ની બાહેદરી આપતા મામલો શાંત પડ્યો હતો….
અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના જીવન ના ઘણતર માટે જતા બાળકો સાથે આ પ્રકાર ની માનસિકતા વારુ શાળા નું ફરમાન કંઈ દિશામાં વિદ્યાર્થીઓને લઇ જઇ રહ્યું છે તે બાબત કદાચ સામાજ ના લોકો માટે મંથન રૂપી આ ઘટના બાદ થી બની રહે તે બાબત પણ નકારી શકાતી નથી….!!!!