ગુજરાત રાજ્યના અન્ય જિલ્લામાં તેમજ પાડોસી જીલ્લાઓમાં કોરાના વાઇરસ વધુ ના ફેલાય તે માટે યોગ્ય તકેદારીના પગલા રૂપે ભરૂચ જીલ્લામાં પણ તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે. તેમ છતાં હાલમાં જ અંકલેશ્વર નોટિફાઈડ હદ વિસ્તારમાં ત્રણ બનાવ બન્યા છે જ્યાં શંકાસ્પદ અસરગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમના રીપોર્ટ નેગેટીવ આવતા તેમને તેમનાં જ ઘરમાં અલગ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર છે જેમાં અનેક જિલ્લાઓમાંથી કામદારો અને મુલાકાતીઓ આવતા હોય છે. માટે તકેદારીની ખાસ જરૂરત છે જેથી આ બાબતે સ્થાનિક પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્યો શ્રી શૈલેષભાઇ પરમાર, હરેશભાઇ પરમાર, રમેશભાઇ પટેલ , ઇમરાન પટેલ તેમજ સલીમ પટેલ દ્વારા વધુ કડક પગલાં લેવા માટે કલેકટર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના અન્ય જિલ્લામાં આવેલ ઔદ્યોગિક વસાહતોને તકેદારીના ભાગરૂપે તા.25 સુધી બંધ કરવાના હુકમો થયા છે, કેટલાકે સ્વેચ્છાએ બંધ કર્યું છે. આપણા ભરૂચ જીલ્લાની બાજુમાં આવેલ વડોદરા, સુરત, વાપી અને વલસાડના ઔદ્યોગિક વસાહતોને બંધ કરવામાં આવ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલ ઔદ્યોગિક વસાહતો માટે કોઈ હુકમો થયા નથી. સરકારના વિવિધ પરિપત્રો અને માનનીય વડાપ્રધાને પણ તકેદારી લેવા માટે અહવાન કર્યું છે.આવેદન આપનાર પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “ આપણા આજુ-બાજુના જિલ્લાઓ સુરત અને વડોદરામાં આ કોરોના વાઇરસના લીધે મરણ પણ થયા છે અને અનેક પોઝિટિવ આવ્યા છે ત્યારે આ તબક્કે કોઈ પણ જાતનું અને નાનું જોખમ લેવું તે પણ વાઇરસને આમંત્રણ આપવા જેવું સાબિત થઈ શકે છે. ત્યારે આપણે ભરૂચ જિલ્લામાં શક્ય એટલા પ્રયાસો કરવા જોઈએ. આપણા જિલ્લામાં તકેદારી રૂપે જિલ્લાના તાલુકાના મુખ્ય મથકો, મુખ્ય શહેરો અને તમામ ઔદ્યોગિક વસાહતોના ઉદ્યોગોને બંધ કરવા જોઈએ અને સંપૂર્ણ જિલ્લામાં લોકડાઉન જાહેર કરવું જોઈએ એવી અમારી માંગણી છે. હાલના તબક્કે આપણે ત્રીજા સ્ટેજ (તબક્કા) માં પહોંચી ગયા છીએ. હવે કોમ્યુનિટીમાં આ વાઇરસ ફેલાવાની શકયતાઓ વધી છે માટે આપ સાહેબને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છે.
ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસ બાબતે જીલ્લાનાં મુખ્ય શહેરો,તાલુકા, મથકો અને ઔદ્યોગિક વસાહતોમાં સાવચેતીનાં કડક પગલાં લેવા બાબતે સ્થાનિક સંસ્થા દ્વારા કલેકટરને આવેદન આપ્યું.
Advertisement