ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ પરિમલસિંહ રણા, પ્રવકતા નાજુ ફડવાળા, અરવિંદ દોરાવાળા, સંદીપસિંહ માંગરોલા સહીત આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ જિલ્લા કલેકટરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં કોરાના વાયરસની મહામારીને રોકવા જિલ્લામાં કલમ 144 અંતર્ગત જે જાહેરનામું અમલી કરાયું છે તેનું કડક પાલન થાય તેવી માંગ કરવામાં આવી છે, ખાસ કરીને દહેજ સહીત જિલ્લાની અન્ય ઔદ્યોગીક વસાહતોની જાણીતી કંપનીઓના સંચાલકો દ્વારા અનેક કામદારોને ફરજીયાત નોકરી અર્થે આવવાની ફરજ પડાય રહી છે. જે અંત્યંત જોખમી પુરવાર થઇ શકે છે, આવી કંપનીઓના સંચાલકો જો જાહેરનામાનું પાલન ન કરે તો તેવી કંપનીને તાત્કાલિક અસરથી સીલ કરવી જોઈએ તેવી ભારપૂર્વક રજુઆત કરી હતી. આ ઉપરાંત આ પ્રતિનિધિ મંડળ દ્વારા માર્ચ એન્ડિંગ મહિનો હોય ખેડૂતોને બેંકમા લોનના હપ્તા ભરવામાં વધુ મુદત મળે અને તેમના ખાતાઓ એનપીએ ના થાય તે અંગે તજવીજ કરવાની પણ માંગ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવી સાંપ્રત સમયમાં જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે તેનું કડક પાલન થાય તેવી માંગ કરવામાં આવી છે.
Advertisement