ભરૂચ જીલ્લામાં વિદેશથી આવતા લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. મળતી વિગતોમાં ઉમરાહ કરીને આવતા હાજીઓ તેમજ વિદેશમાં કામ અર્થે તેમજ અભ્યાસ અર્થે ગયેલા લોકો ભારત પરત આવતા તેમની આરોગ્ય તપાસ થઈ રહી છે. હમણાં સુધીમાં ભરૂચ જીલ્લામાં એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો નથી. તમામ નેગેટિવ રિપોર્ટ આવતા જીલ્લાનાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જયારે ગઇકાલે ઈંગ્લેન્ડથી ભરૂચ પરત આવેલી વ્યક્તિનાં રિપોર્ટ પણ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા છે. ત્યાં આજે ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાનાં કેશરોલ ગામે રહેતા એક વ્યક્તિને શંકાસ્પદ કોરોનાં વાઇરસનાં લક્ષણો દેખાયા હતા. આ વ્યક્તિ દુબઈથી આવ્યો છે તે મૂળ બિહારનો રહીશ હોવાનું જાણવા મળ્યું છે. 108 ની ટીમ કેશરોલ ગામે પહોંચી હતી અને તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પીટલમાં આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. તેના લોહીનાં નમૂના અમદાવાદ ખાતે મોકલ્યા છે. લેબનો રિપોર્ટ આવ્યા બાદ માલૂમ પડશે કે આ વ્યક્તિને કોરોના વાઇરસ નેગેટિવ છે કે પોઝિટીવ.
ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાનાં કેશરોલ ગામનો વ્યક્તિ દુબઈથી આવતા તેને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો દેખાતા ભરૂચ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.
Advertisement
1 comment
મેં કેસરોલ ગામ નો યુવા જાણવું છે કે અમારા ગામ માં કોઈ આવી વ્યક્તિ દુબઇ થી આવી નથી તો કૃપા કરી આવી અફવા જનક news ના ફેલાવો.
અને આ news ની તાપસ કરવી