કોરોના વાઇરસની મહામારીને નાથવા દરેક સ્તરે વહીવટી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. ગઇકાલે ભરૂચમાં શોપિંગ મોલ અને સિનેમા ઘરો, શાળા, ટયુશન કલાસ બંધ કરાવવામાં આવ્યા બાદ આજે ભરૂચ જીલ્લા કલેકટરે જીલ્લામાં 144 ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. ત્યાં આજથી ભરૂચની મામલતદાર કચેરી ખાતેથી ચાલતી રેશન કાર્ડ કાઢવાની કામગીરી, જનસેવા કેન્દ્ર, આધારકાર્ડની કામગીરી બંધ કરવાનો આદેશ આપ્યો છે. તા.21/3/2020 થી 31/3/2020 સુધી તમામ કામગીરી બંધ કરવા સાથે કચેરીમાં લોકો એકત્ર નહીં થયા તેવા આદેશ કરવામાં આવ્યો છે. આમ કોરોના વાઇરસને અટકાવવા માટે જનસેવા કેન્દ્ર પણ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા છે.
Advertisement