Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના વાઈરસની દહેશતને પગલે ભરૂચ જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે કોઈ મહામારીને કારણે પહેલી વખત જાહેરનામું બહાર પડાયું છે.

Share

સામાન્ય રીતે ચારથી વધુ લોકોના ભેગા થવા પરનું વહીવટીતંત્રનું જાહેરનામું કોઈ અનિવાર્ય સંજોગોમાં પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને કારણે ભરૂચ જિલ્લા કલેકટરે પાંચથી વધુ લોકોના એકત્ર થવા પર જાહેરનામું પ્રસિદ્ધ કરી તેનો કડક અમલ કરવા સૂચના આપી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, જિલ્લા કલેકટરએ શુક્રવારે જાહેરનામું જારી કર્યું છે, જેમાં જણાવાયું છે કે, હાલમાં વિશ્વમાં નોવેલ કોરોના વાઇરસને વૈશ્વિક મહામારી જાહેર કરી છે.ભરૂચ જિલ્લા, શહેર વિસ્તાર નોવેલ કોરોના વાઇરસ ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની તકેદારીના પગલાં રૂપે લોકોની વધુ અવરજવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાઇરસને ફેલાતો અટકાવવા માટે પાંચથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ જાહેરનામામાં જણાવાયું છે કે, આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ સને 1860 ની કલમ-188 તથા ગુજરાત પોલીસ એકટની કલમ-135 મુજબ સજાને પાત્ર થશે. આ જાહેરનામામાં સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમને હોમગાર્ડ જેઓ ફરજ પર હોય તેઓ તથા સ્મશાનયાત્રાને અપવાદરૂપ ગણાયા છે

Advertisement

Share

Related posts

ભરૂચનાં વેજલપુર વિસ્તારમાં જુગાર રમતા ચાર ઇસમોને ક્રાઇમ બ્રાંચે હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.

ProudOfGujarat

જામનગર : જામ્યુંકોના સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓએ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની મુલાકાત લીધી.

ProudOfGujarat

વરસાદી માહોલ વચ્ચે પ્રદુષણ માફિયા બેફામ બન્યા, અંકલેશ્વરમાં કાળા કલરનું પ્રદુષિત પાણી વહેતું નજરે પડ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!