ભરૂચ શહેર જીલ્લામાં હાલ તો કોરોના વાઇરસની અસરને નાથવા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા શોપિંગ મોલ, જીમ અને સિનેમા ઘરોને તાત્કાલિક અસરથી બંધ કરવા સીલ મારી દેવામાં આવ્યા છે. હાલ તો કોરોના વાઇરસનાં કહેરએ દુનિયાનાં તમામ દેશોનાં લોકોને ઘરોમાં પુરાઈ રહેવા મજબુર કરી દીધા છે. ત્યાં ભરૂચ જીલ્લામાં પણ કોરોના વાઇરસની અસર નાથવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી છે. જેમાં ભરૂચ શહેરનાં બિગ બજાર, રીલાયન્સ, ડી માર્ટ, ધીરજ એન્ડ સન્સ સહિતનાં તમામ શોપિંગ મોલને તાત્કાલિક અસરથી બંધ કરી દેવા માટે સિટી મામલતદારની એક ટીમ દોડતી થઈ છે. સિટી મામલતદાર અને પાલિકાની ટીમે હાલ તો સિનેમા ઘરો, જીમખાનાઓને બંધ કરવા માટે નોટિસો લગાવી દીધી છે. કોરોના વાઇરસની અસર નાથવા ભરૂચ જીલ્લાનું વહીવટી તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ કરી હોવાનું વહીવટી તંત્રના સૂત્રોથી જાણવા મળ્યું છે.
Advertisement