Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થયા બાદ એડમિનિસ્ટ્રેશન બદલાતા જુના સ્ટાફ સાથે તુચ્છ વર્તન કરવામાં આવતું હોવાથી સફાઈ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

Share

ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થયા બાદ એડમિનિસ્ટ્રેશન બદલાતા જુના સ્ટાફ સાથે તુચ્છ વર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદ સાથે આજરોજ સફાઈ કામદારો દ્વ્રારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એક તરફ કોરોના વાયરસને કારણે સિવિલ હોસ્પિટલમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે તેમજ જિલ્લા કક્ષાનો આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો છે ત્યારે આજરોજ સફાઈ કામદારોએ હંગામી હડતાલ પાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સફાઈ કામદારો દ્વારા રોષભેર એમ જણાવાયું કે સિવિલ હોસ્પિટલનું જ્યારથી ખાનગીકરણ થયું છે ત્યારથી બાબરીયા ઇન્સ્ટિટ્યૂટના સંચાલક ગોપી મેડમ દ્વારા તેમની સાથે તોછડું અને અણછાજતું વર્તન કરાય રહ્યું છે તેમજ અપમાનજનક વ્યવહાર કરાય રહ્યો છે. આજરોજ સફાઈકામદારોએ ભારતીય મજદૂર સંઘના અગ્રણીને રજૂઆત કરી હતી. તેમજ સફાઈ કામદારો દ્વારા સિવિલ કેમ્પસમાં ભેગા થઈ વિરોધ કરાયો હતો.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરની ગાના મ્યુઝિક ક્લબ દ્વારા ઈન્સ્ટ્રુમેંન્ટલ ઇવનિંગનુ આયોજન

ProudOfGujarat

અમેરિકામાં પહેલી વખત એક સાથે 10000 લોકોએ ગીતા પાઠ કર્યો

ProudOfGujarat

ઝઘડિયા આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં એક કામદારનું મોત, મૃતકના પરિવારજનો રોષે ભરાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!