કોરોના વાઇરસે દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. જયારે માનવીથી માનવી દ્વારા ફેલાતો આ કોરોના વાઇરસને નાથવા હવે લોકોએ એકત્ર નહીં થવા પર ભાર મૂકવામાં આવતા આરોગ્ય કમિશનરનાં હુકમ મુજબ ભરૂચ શહેરમાં તમામ શાળા બાદ હવે ટયુશન કલાસીસ પણ બંધ કરવામાં આવ્યા છે. પાલિકાનાં અધિકારીઓ ટયુશન કલાસીસ બંધ કરાવીને નોટિસો ચોંટાડી રહ્યા છે. દેશ દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસનાં ભય હેઠળ અડધી દુનિયાનાં લોકો જીવી રહ્યા છે. જયારે ગુજરાતમાં પણ હવે દસ્તક કોરોના વાઇરસે આપી છે. જયારે હવે ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી બાદ હવે રાજય કમિશનર આરોગ્ય વિભાગે જાહેર કરેલા આદેશ અનુસાર આજે ભરૂચ નગરપાલિકા દ્વારા શાળા બાદ હવે આજે ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરનાં તમામ વિસ્તારોમાં આવેલ ટયુશન કલાસીસો ઉપર પાલિકાનાં ચીફ ઓફિસર સંજય સોની, સલિમભાઈ દરોગા, આરોગ્ય વિભાગની ટીમ આજે શહેરનાં તમામ ટયુશન કલાસીસ પર પહોંચી હતી. મોટાભાગનાં ટયુશન કલાસ બંધ કરવામાં આવ્યા હતા. આજે કલાસીસ પર પાલિકાનાં અધિકારીઓ દ્વારા નોટિસ પણ દરવાજા પર લગાવવામાં આવી હતી.
ભરૂચ શહેરનાં તમામ ટયુશન કલાસીસ બંધ કરવા નગરપાલિકાનાં અધિકારીઓ કલાસીસ પર પહોંચ્યા.
Advertisement