આજરોજ ભરૂચ નગરપાલિકા ખાતે આગામી વર્ષના બજેટ અંગે સામાન્ય સભા મળી હતી. આ સભામાં વિવિધ મુદ્દે સત્તા પક્ષ વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા હતા.
હાલમાં કોરોના વાયરસના સંક્રમણની દહેશત વચ્ચે પાલિકા કચેરીમાં બંદોબસ્તમાં આવેલ પોલીસ કર્મીઓ માસ્ક સાથે નજરે પડયા હતા. ગતરોજ જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા એ ખાસ કરીને પોલીસ કર્મચારીઓ માટે માસ્ક તેમજ સેનેટાઇઝર ફરજીયાત કર્યાની જાહેરાત કરી હતી. આ પોલીસ કર્મીઓને માસ્ક સાથે આવેલા જોઈ વિપક્ષે તેનો મુદ્દો ઉઠાવી પ્રજાના સેવકો માસ્ક પહેરી ભેગા કેમ ન થઇ શકે તે બાબતે ચર્ચા ઉઠાવી હતી અને સભા ખંડમાં જો માસ્ક પહેરી ચર્ચા કરી હોત તો પ્રજા સુધી પણ એક સારો મેસેજ પહોંચી શકયો હોત તેવી નુકતેચીની કરી હતી તેમજ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને પ્રથમ નાગરિક અને અન્ય કોર્પોરેટરો માસ્ક પહેરવાનું ભૂલ્યા હતા તે બાબતે પણ ટિપ્પણીઓ કરી હતી.
ભરૂચ નગર પાલિકાની બજેટ સામાન્ય સભા મળી હતી જે અપેક્ષા પ્રમાણે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક સભર જોવા મળી હતી.
Advertisement