દેશ-દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસને પગલે દરેક લોકો ભયભીત છે ત્યાં ગુજરાતમાં કોરોના વાઇરસ સામે લડત આપવા માટે જિલ્લાનું આરોગ્ય તંત્રને વિશેષ તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર જીઆઈડીસીના એક ઉદ્યોગપતિ દિલ્હી ખાતે ઉદ્યોગ મામલે કામ અર્થે ગયા હતા અને તેઓ પરત આવતાં તાવ શરદી ખાંસીના લક્ષણો વધી જતાં એમણે 108 ને તાત્કાલિક જાણ કરતાં 108 ની ટીમ સંપૂર્ણ તૈયારીઓ સાથે ઉદ્યોગપતિના ઘરે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે તેઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તાત્કાલિક ધોરણે તબીબો દ્વારા સારવાર શરૂ કરી તેઓને લોહીના નમૂના લઇ પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા હાલ તો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે ઉદ્યોગપતિને કોરોના વાયરસ છે કે નહીં જોકે હાલ તો જિલ્લાનું વહીવટીતંત્ર સજાગ છે અને ઉદ્યોગપતિના સંપર્કમાં આવનાર લોકોને કે પરિવારજનોને પણ આરોગ્ય તપાસ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારનાં દિલ્હી ખાતેથી આવેલ એક વ્યક્તિને કોરોના વાયરસનાં લક્ષણો દેખાતા ભરૂચ સિવિલમાં ખસેડવામાં આવ્યો.
Advertisement