ભરૂચ જીલ્લામાં હાલ જેટલાં પણ પોલીસ મથકો છે તેના કંપાઉન્ડમાં જોશો તો તેમાં અનેક વાહનોનાં ખડકલો જોવા મળશે.
આ વાહનોમાં બાઇક અને સ્કુટરની સંખ્યા વધારે છે. જયારે મોટા વાહનોની સંખ્યા ઓછી છે ત્યારે મોટા ભાગનાં વાહનો દારૂનાં ગુનામાં લાવવામાં આવ્યા છે અથવા તો ચોરી થયેલા વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે. જયારે આજે ભરૂચ જીલ્લાનાં કોઈપણ પોલીસ સ્ટેશનમાં જાવ તો તમને વાહનો પર ધૂળ જામેલ નજરે પડશે. જયારે આ વાહનોનાં વાલી વારસો તેમને છોડાવવા માટે આવતા નથી કેમ કે આ વાહનો એકદમ ભંગાર થઈને નજીવી કિંમત આવે તેવા થઈ ગયા હોય છે ઉપરથી આ વાહનોને છોડાવવાની લાંબી કાનૂની પ્રક્રિયાને પગલે લોકો કાનૂની દાવપેચમાં પડતાં નથી. આથી લોકો આવા વાહનો છોડાવવા આવતા નથી ત્યારે કેટલાક વાહનો એવા હોય છે કે કોર્ટના હુકમને પગલે અમુક સમય સુધી રાખવા પડે છે ત્યારે આવા વાહનો ભંગાર અને નકામા બની જતાં હોય છે. ત્યારે થોડા સમયમાં આવા વાહનોની સરકારનાં હુકમથી હરાજી કરવામાં આવે છે. પરંતુ હાલ તો આ વાહનો વિવિધ પોલીસ મથકમાં ધૂળ ખાઈ રહ્યા છે.
ભરૂચ જીલ્લાનાં પોલીસ મથકોમાં વિવિધ ગુનામાં જપ્ત થયેલા વાહનો ભંગાર થઈ રહ્યા છે અને તેના પર ધૂળ જામેલ જોવા મળે છે.
Advertisement