કોરોના વાયરસની અસરના પગલે ભરૂચ વહીવટી તંત્ર સજ્જ થઇ રહ્યું છે. આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે કલેકટર ડો.એમ.ડી.મોડિયાની અધ્યક્ષતામાં મોકડ્રિલ યોજવામાં આવી હતી. આ મોકડ્રિલ અંતર્ગત જો કોરોના વાયરસનો કેસ મળે તો કરવામાં આવનાર કામગીરીનું રિહર્સલ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અગાઉ આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો હતો અને 40 જેટલા વિદેશી પ્રવાસીઓને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. જોકે હજુ સુધી ભરૂચ જિલ્લામાં એક પણ શંકાસ્પદ દર્દી નોંધાયો નથી, આમ છતાંય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્તમાન પરિસ્થિતિ તેમજ આવનારા દિવસોમાં આવનારી સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા કમર કસી છે.આજરોજ આ અંગે સફળતાપૂર્વક મોકડ્રિલ પણ યોજવામાં આવી હતી. આ મોકડ્રિલ દરમ્યાન તજજ્ઞ તબીબો દ્વારા તબીબી કર્મચારીઓને તેમજ હોસ્પિટલ સ્ટાફને ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
ભરૂચ : કોરોના વાયરસની અસરના પગલે સિવિલ હોસ્પિટલ ખાતે કલેકટર ડો.એમ.ડી.મોડિયાની અધ્યક્ષતામાં મોકડ્રિલ યોજાઈ.
Advertisement