હાલ દેશ અને દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને પગલે દરેક જગ્યાએ સ્વચ્છ રાખવા માટે સરકાર દ્વારા વિશેષ ગાઈડ લાઇન જારી કરી છે ત્યારે કોરોના વાયરસને પગલે હેલ્થ સફાઇ કરવામાં આવી રહી છે. હેલ્થ ડિપાર્ટમેન્ટ સેનેટરી ડિપાર્ટમેન્ટ સહિતના વિભાગ સફાઈ ઝુંબેશમાં લાગ્યા છે ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ આ મહામારી સામે એકશન પ્લાન તૈયાર કર્યો છે જેમાં સફાઈ અંગે આગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે ત્યારે જાહેરમાં થૂંકનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવા માટે કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવી છે જેના ભાગરૂપે આજે જાહેરમાં થૂંકનારા લોકો પાસેથી 2200 રૂપિયાનો દંડ વસુલ કરીને સ્વચ્છતા નહીં રાખનારા લોકોને નગરપાલિકા દ્વારા પાઠ ભણવામાં આવ્યો છે.
Advertisement