ભરૂચ જિલ્લામાં જિલ્લા પોલીસ વડા અને નાયબ જિલ્લા પોલીસ વડા દ્વારા ક્રાઇમને કંટ્રોલ લેવા માટે દારૂ જુગાર સટ્ટા બેટિંગ સહિત માથાભારે લોકોને જેલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે રોજબરોજ અનેક પોલીસ શાખાઓ દ્વારા આ અડ્ડા સંચાલકો પર રેડ કરવામાં આવી રહી છે ફરાર આરોપીઓને ઝડપી લેવામાં આવી રહ્યા છે ત્યારે હજુ પણ કેટલાક પોલીસવાલાઓ બુટલેગરો અને સટ્ટાબેટિંગનો અડ્ડો ચલાવનારા ઉપર રહેમ નજર રાખી પોતે મોટા પોલીસ અધિકારી હોય અને સેટિંગ થઇ જશે તું તારે ધંધો ચાલુ રાખ હું બેઠો છું તેમ કહી રૂપિયા લઇ દારૂ અને જુગારનો ધંધો ચલાવવાની પરમિશન આપીને સામેથી રૂપિયા આપી વ્યાજ વસૂલ કરતા હોય છે સાથે હપ્તો પણ વસુલ કરતા હોય છે ત્યારે આવા પોલીસ કર્મચારીઓના લીધે સમગ્ર પોલીસ તંત્ર બદનામ થાય છે પોતાની ફરજ પ્રત્યે ઇમાનદારીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક કામ કર મારા પોલીસ કર્મચારીઓને લોકો ભ્રષ્ટ પોલીસ કર્મચારી તરીકે જોતા થઈ જાય છે ત્યાં જ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં વેરાગી વાડી ખાતે એ પોલીસ કર્મચારીએ સટ્ટાબેટિંગનો જુગાર ચાલુ કરાવ્યો અને તેને પૈસાનું ધિરાણ કર્યું સાથે સાથે સટ્ટા બેટીંગવાળા સાથે વ્યાજ પણ લીધું અને હપ્તો પણ લીધો હું બેઠો છું તો ધંધો કર ઉપરવાળા સાહેબને હું જોઈ લઈશ તેમ કહીને સટ્ટાબેટિંગનો ચાલુ કરાવ્યો હતો. જોકે સ્ટેટ વિજિલન્સ દ્વારા અડ્ડા પર રેડ કરવામાં આવી 9 જુગારીઓ પકડાયા હજાર રૂપિયા મુદ્દામાલ પકડાયો આ સંદર્ભે જિલ્લા પોલીસ વડા દ્વારા ગંભીરતાપૂર્વક નોંધ લઇને તપાસ શરૂ કરી છ સાત જેટલા પોલીસ કર્મચારીઓની બદલી બી ડિવિઝનથી પોલીસ હેડ કોટર ખાતે કરી દેવામાં આવી પોલીસબેડામાં એવી ચર્ચા છે કે જે પોલીસવાળાએ સટ્ટા બેટીંગના જુગાર સંચાલકને છૂટ આપી તેને તો બદલી કરી નાખવામાં આવ્યો પરંતુ અન્ય લોકોને પણ બદલી કરી નાંખવામાં આવ્યા ત્યારે પોલીસબેડામાં એવી ચર્ચા કે એકના વાંકે અનેકને દામ હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં જિલ્લા પોલીસ વડા કોને કોને સસ્પેન્ડ કરે છે કોની કોની બદલી કરે છે.
ભરૂચ જિલ્લા પોલીસ વડાએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના બે હેડ કોન્સ્ટેબલ સહીત સાત પોલીસ કર્મીઓની બદલી કરી પોલીસ હેડ કવાર્ટર ખાતે ટ્રાન્સફર કરી દેવાતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
Advertisement