મળતી માહિતી પ્રમાણે છોટુભાઈ વસાવાને આંતરડાની તકલીફ ઉભી થતા તેઓને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. દરમ્યાન હાલમાં રાજ્યસભાની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ચરમસીમાએ છે, જોડતોડની રાજનીતિ વચ્ચે એક તરફ કોંગ્રેસ પાંચથી વધુ ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધા છે. ત્યારે બિન ભાજપી તેમજ બિન કોંગ્રેસી એવા ધારાસભ્યો ઉપર બંને મુખ્ય રાજકીય પક્ષોની અપેક્ષાઓ વધી ગઈ છે, જેમાં છોટુભાઈ વસાવાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ગત રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ અહમદભાઈ પટેલની જીતમાં છોટુભાઈ વસાવાએ કિંગ મેકરની ભૂમિકા અદા કરી નિર્ણાયક પત્તુ ઉતર્યા હતા. હાલમાં આ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ માટે કરો યા મરોની સ્થિતિ છે ત્યારે છોટુભાઈ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવાના મત અંકે કરવા જરૂરી બની રહ્યા છે. જોકે છોટુભાઈ વસાવા નાતંદુરસ્ત તબિયતના પગલે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય અને મળતી માહિતી પ્રમાણે છોટુભાઈએ કોઇને પણ મુલાકાત લેવા ઉપર મનાઈ કરી હોય ખાસ કરીને કોંગ્રેસ માટે તો બાવા ના તો બેઉ બગડયા જેવી પરિસ્થિતિ સર્જાય છે.
ભરૂચ જીલ્લાની ઝધડીયા બેઠક ઉપરનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાની તબિયત એકાએક લથડતા તેઓને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Advertisement