દુનિયાભરમાં કોરોના વાયરસનો દર છે 100 કરતાં વધુ દેશોમાં કોરોના વાયરસનો કહેરને પગલે હાહાકાર મચી ગયો છે. જયારે આ મામલે દેશભરમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે ગુજરાત રાજયમાં પણ આ મામલે વિદેશથી આવતા લોકોની આરોગ્ય તપાસ ફરજીયાત બનાવી છે. જેમાં ભરૂચ શહેર જીલ્લામાં પણ અરબ રાષ્ટ્રથી તેમજ બીજા દેશોમાંથી આવતા લોકોને ફરજીયાત આરોગ્ય તપાસ તેમજ તાવ-શરદી ખાંસીનાં લક્ષણો છે કે નહીં તે મામલે તપાસ કરવામાં આવી રહી છે.જેમાં જીલ્લામાં આવેલા 40 જેટલા લોકોને 14 દિવસ સુધી ઘરની બહાર નહીં નીકળવા આરોગ્ય વિભાગ તરફથી સૂચના આપી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે 27 જેટલા લોકોને 14 દિવસ સુધી ઓબ્જર્વેશનમાં રાખવામાં આવ્યા હતા અને આ લોકોનું સ્વાસ્થ્ય સારું હોવાથી તેમણે ઘરમાં જ રહેવાની સૂચના આરોગ્ય વિભાગે આપી છે.
Advertisement