ભરૂચ જીલ્લામાં હાલ તો દરેક ધંધામાં મંદી છે લોકો ધંધા પર માથે હાથ દઈને બેઠા છે. ભરૂચમાં ધંધાર્થીઓ હાલ તો ગ્રાહક નહીં હોવાથી ઉનાળામાં બે કલાક ઊંધ ખેંચી રહ્યા છે અને કહે છે કે ભાઈ ધંધો જ કયાં છે બેકારી છે તેવું કહેતા નજરે પડી રહ્યા છે. ત્યારે હવે તો કોરોના વાયરસે ધંધા પર વાટ લગાડી દીધી છે. જયારે હવે પોલ્ટ્રીફાર્મમાં ઉછેરાતી બોઈલર ચીકન ઉપર કોરોના વાયરસે ધંધામાં મંદી લાવી દીધી હતી. આજે ભરૂચ જીલ્લામાં બોઈલર ચીકન ઉપર કહેર તૂટી પડયો છે. આજે ભરૂચ જીલ્લામાં બોઈલર ચીકનનો ધંધો કરતો પોલ્ટ્રીફાર્મવાળાને રડવાનો વારો આવ્યો છે. છેલ્લા 15 વર્ષમાં સૌથી નીચલી સપાટીએ બોઈલર ચીકનનો ભાવ પહોંચી ગયો છે. આજે ભરૂચ જીલ્લામાં રૂ.60 થી લઈને 70 રૂપિયાનાં ભાવે બોઈલર ચીકનનું મટન મળી રહ્યું છે. પોલ્ટ્રીફાર્મમાં બોઈલર ચીકનમાં ઉછેર થતી મરધીઓનો ભાવ ગગડી ગયો છે. રૂ.60 થી 70 નાં કિલોનાં ભાવે તો કેટલીક જગ્યાએ 40 રૂપિયા કિલોનાં ભાવે બોઈલર ચીકનનું વેચાણ થતાં ગ્રાહકોને માટે ફાયદો થઈ ગયો છે. ગ્રાહકો એક બે કિલો નહીં પણ પાંચ દશ કિલો ખરીદી કરી રહ્યા છે. જયારે ગ્રાહકોને ફાયદો છે પરંતુ બીજી તરફ જીલ્લાની હોટલોમાં ચીકનની વાનગીઓમાં ભાવમાં ઘટાડો નોંધાયો નથી. આજે પણ જૂના ભાવે જ તેઓ ચીકનની વાનગી પીરસી રહ્યા છે. લોકોને ભરૂચનાં ગ્રાહકોને હોટલોવાળા લૂંટી રહ્યા છે અને હોટલ સંચાલકો પણ ભાવ ઘટાડો કરે તેવી માંગણી કરી રહ્યા છે.
ભરૂચ જીલ્લામાં બોઈલર ચીકનનો ભાવ 15 વર્ષમાં સૌથી નીચલી સપાટી પર પહોંચી ગયો છે પરંતુ હોટલોનાં મેન્યુનાં ભાવમાં કોઈ જ ઘટાડો નહીં કરી હોટલ સંચાલકો ગ્રાહકોને લૂંટી રહ્યા છે.
Advertisement