Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તથા અંકલેશ્વર શહેરી વિસ્તાર ‘પ્રતિબંધ ગતિ ઝોન’ તરીકે જાહેર ‘પ્રતિબંધિત ગતિ ઝોન’ વિસ્તારમાં ૩૦ કિ.મી. પ્રતિ કલાકથી વધારે ઝડપથી કોઈ વાહન ચલાવવા પર પ્રતિબંધ.

Share

ભરૂચ શહેર તથા અંકલેશ્વર શહેર વિસ્તારમાં વાહનચાલકો દ્વારા જાહેર રસ્તા ઉપર ખૂબ ઝડપથી વાહનો ચલાવવામાં આવે છે જેના કારણે સ્કુલ, હોસ્પિટલ તેમજ અન્ય જાહેર સ્થળોએ અકસ્માતના બનાવો બનતાં હોય છે. જેથી ભરૂચ શહેર તથા અંકલેશ્વર શહેરમાં અકસ્માતના બનાવો અટકાવવા આવશ્યક જણાય છે. ​જેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જે.ડી.પટેલે મળેલ સત્તાની રૂએ ભરૂચ તથા અંકલેશ્વર શહેરના નીચે મુજબના પરિશિષ્ટમાં જણાવેલ વિસ્તાર ‘પ્રતિબંધ ગતિ ઝોન’ તરીકે જાહેર કર્યો છે.
​‘ભરૂચ શહેર ખાતેના ‘પ્રતિબંધિત ગતિ ઝોન’
(૧) રૂંગટા સ્કુલ પાસે-રોટરી કલબથી ધી કુડીયા જવાના રસ્તા સુધી. (૨) સેન્ટ ઝેવિયર્સ અને કોન્વેન્ટ સ્કુલ પાસે-ઈન્ડીયન પેટ્રોલપંપથી વસંતમીલ ઢાળ સુધી. (૩) વસંતમીલ ઢાળ, મહેદવિયા સ્કુલ પાસે-વસંતમીલ ઢાળથી સૈયદ વાડના નાકા સુધી. (૪) છીપવાડ પ્રાથમિક શાળા, (જુની મોટા બજાર ચોકી પાસે) સૈયદ વાડના નાકાથી મહંમદપુરા સુધી. (૫) માટલીવાલા સ્કુલ પાસે-વસીલા બસ સ્ટેન્ડથી જુનાઈલ રીમાન્ડ હોમ સુધી. (૬) પટેલ વેલ્ફેર હોસ્પિટલ પાસે-પટેલ વેલ્ફેર હોસ્પીટલ કંપાઉન્ડથી જંબુસર બાયપાસ. (૭) સિવિલ હોસ્પિટલ પાસે-શાલીમાર હોટલથી હિતેશ નગરના વળાંક સુધી. (૮) શબરી સ્કુલ પાસે – તાડખાડીથી ઓમ ટ્રેડીંગ સુધી. (૯) ઉન્નતિ વિદ્યાલય પાસે(ઝાડેશ્વર રોડ પર) – ઝાડેશ્વર પોલીસ ચોકીથી સાંઈબાબા મંદિર સુધી. (૧૦) શ્રવણ હાઈસ્કુલ પાસે-ગણેશ ટાઉનશીપથી શ્રવણ ચોકડી સુધી. (૧૧) ગુડવિલ સ્વામિનારાયણ સ્કુલ પાસે-ગુડવીલ સ્વામિનારાયણ સ્કુલથી પારલે પોલન્ટ સુધી. (૧૨) એમીટી સ્કુલ પાસે(દહેજ બાયપાસ રોડ)-મયુરી શો-રૂમથી નિરવનગર સોસાયટી સુધી. (૧૩) ડિવાઈન હાર્ટ હોસ્પિટલ પાસે-પાંચબતી થી સ્ટેટ બેંક સુધી.
​‘અંકલેશ્વર શહેર ખાતેના ‘પ્રતિબંધિત ગતિ ઝોન’
(૧) ચૌટાનાકાથી ભરૂચી નાકા ફાયર સ્ટેશન સુધી (૨) પિરામણનાકાથી ચૌટાનાકા સુધી (૩) શાક માર્કેટ ત્રણ રસ્તાથી પિરામણનાકા સુધી (૪) ઓ.એન.જી.સી. ઓવર બ્રીજથી શાક માર્કેટ ત્રણ રસ્તા સુધી (૫) પ્રતિન ચોકીથી વાલીયા ચોકડી સુધી (૬) વાલીયા ચોકડીથી પ્રતિન ચોકીથી ગડખોલ પાટીયા સુધી ‘પ્રતિબંધિત ગતિ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવેલ છે.
‘પ્રતિબંધિત ગતિ ઝોન’ વિસ્તારમાં ૩૦ કિ.મી. પ્રતિ કલાકથી વધારે ઝડપથી કોઈ વાહન ચલાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.​આ જાહેરનામું તા.૧૩/૦૩/૨૦૨૦ નાં રાત્રીનાં કલાક 12:00 વાગ્યાથી અમલમાં મૂકવામાં આવે છે. આ જાહેરનામું ઈમરજન્સી સેવાઓના વાહનોને લાગુ પડશે નહી.​આ જાહેરનામાનાં આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ફોજદારી ધારા કલમ-૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચએ એક જાહેરનામાં દ્વારા જણાવાયું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : તલાટીઓને સોગંદનામુ કરવાની સત્તા આપવા સામે વિરોધ, ભરૂચ ડિસ્ટ્રિકટ બાર એસોશિએશન અને જીલ્લા નોટરી એસોશિએશન દ્વારા વિરોધ કરાયો.

ProudOfGujarat

ભરૂચ ના મહંમદપુરા નજીક સિંગદાણા ના ગોડાઉન ને તસ્કરોએ નિશાન બનાવી હજારો ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતાં ખળભળાટ મચ્યો હતો ….

ProudOfGujarat

સુરતના નવા કલેકટર તરીકે આજે આયુષ ઓકની નિમણુંક કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!