Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ફાટાતળાવમાં ચાલતા સટ્ટા બેટીંગનાં અડ્ડા પર વિઝીલન્સ ટીમની રેડ 9 શકુની ઝડપાયા.

Share

ભરૂચ શહેરનાં ફાટાતળાવ વિસ્તારમાં ચાલતાં સટ્ટા બેટીંગનાં અડ્ડા પર રાત્રીનાં સ્ટેટ વિઝીલન્સની ટીમે રેડ કરીને 9 શકુનીને ઝડપી લઈ દોઢ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ભરૂચ શહેરમાં વેચતા દેશી દારૂનાં બુટલેગરો સાથે કેટલાક ખાખી વર્દીવાળાનું સેટીંગ હોવાની લોકચર્ચામાં જયારે ભાગ નહીં મળે ત્યારે અન્ય શાખાનાં પોલીસને તેની બાતમી મળે અને રેડ કરાવવામાં આવે છે તેવી લોકચર્ચામાં હવે ભરૂચ બી.ડીવીઝન પોલીસ મથકની હદમાં સટ્ટા બેટીંગનો જુગાર ચાલતો હોવાની ચર્ચા હતી. ત્યાં ગઈકાલે રાત્રીનાં સમયે એકાએક સ્ટેટ વિઝીલન્સ ટીમે ફાટાતળાવ ખાતે ચાલતાં સટ્ટા બેટીંગનાં અડ્ડા પર રેડ કરી હતી ત્યાં જાહેરમાં બિંદાસ પણે ચાલતાં અડ્ડા ઉપરથી પોલીસે 9 શકુનીઓ કે જેમાં હિતેષ ચણાવાળા, શંકર વસાવા, દેવેન્દ્ર ગડરીયા, રિતેશ ચણાવાળા, તમામ રહેવાસી ફાટાતળાવ તેમજ ગોપાલ ઉર્ફે લાલો વિઠ્ઠલ વસાવા-મકતમપુર, રફીક ઉર્ફે ઇરફાન પટેલ હાજીખાના બજાર, રમેશ વસાવા ફાટાતળાવ, બાબુ વસાવા, ભીખા મકવાણાને ઝડપી લીધા હતા. જયારે પ્રકાશ ઉર્ફે લાલો ફાટાતળાવનો ભાગી છૂટયો હતો. પોલીસે રોકડા રૂપિયા 36,665 તથા બુલેટ, મોબાઈલ વગેરે મળીને કુલ રૂ.1,65,665 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ રેલવે કોલોનીથી નંદેલાવ વિસ્તારમાં વારંવાર વીજ ફીડર ઉડી જવાથી રહીશોમાં રોષ.

ProudOfGujarat

દાહોદ ખાતે આવેલ આરટીઓ કચેરી ખાતે આજરોજ અચાનક અમદાવાદ એસીબી ટીમ દ્વારા ઓચીંતી મુલાકાત લઇ સચઁ કરવામાં આવી.

ProudOfGujarat

बॉलीवुड में एंट्री से पहले पेट्रोल पंप में काम करती थी ये एक्ट्रेस…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!