હાલમાં ચાલી રહેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં ગણિતનું પેપર અઘરું નીકળતા વિદ્યાર્થીઓના સાર્વત્રિક હિતને જોતા પરીક્ષા સમિતિ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. પરીક્ષા સમિતિના સભ્ય દ્વારા પરીક્ષા સમિતિને રજૂઆત કરાઈ છે કે વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે સાથે સાથે પરીક્ષા સમિતિમાં પેપરનું વિશ્લેષણ કરી ગ્રેસિંગ માર્ક આપવામાં આવે. ગણિતના પેપરને લઈને ખુબ જ ફરિયાદો ઉઠી છે તેને ધ્યાનમાં લેતા પરીક્ષા સમિતિ કોઈક ચોકકસ નિર્ણય લેશે તેવું માનવામાં આવી રહ્યું છે.
Advertisement